પર્વતારોહણ દરમિયાન ગુમ થયેલા 8 વિદ્યાર્થીઓ પૈકી 1ની ભાળ મળી

ચંદીગઢ: હિમાચલ પ્રદેશના મનાલીથી શુક્રવારે લાપતા થયેલા 8 પર્વતારોહકોના લોકેશનની જાણકારી મળી છે. મનાલીની એસડીએમ જ્યોતિ રાણાએ જણાવ્યું કે 70 કલાકની જહેમત બાદ અમને બધા પર્વતારોહકોની ભાળ મળી ગઇ છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે. આ 8 લોકો મનાલીમાં ચંદરખાની પાસેથી ગુમ થયા હતા.

7 પર્વતારોહકો બીટેકના વિદ્યાર્થી હતા
8 માંથી 7 પર્વતારોહકો પંજાબ ખાતે આવેલ સંગસૂર એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થી હતા, જો કે એક પર્વતારોહક ત્યાંનો સ્થાનિક નાગરિક હતો. તેમાંથી એક પર્વતારોહકે સ્થાનિક પોલીસની હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગ્યા બાદ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું

એક વિદ્યાર્થીએ પોલીસની મદદ માંગી
મનાલીના પોલીસ સુપરિટેન્ડેડ પદમ ચંદે જણાવ્યું કે, ‘ભરત કાયસ્થ નામના પર્વતારોહકે 11 માર્ચના રોજ સવારે 8 વાગે પોલીસ હેલ્પલાઇનની મદદથી તેમને જાણકારી આપી હતી કે તેના એક મિત્રની હાલત ખુબ ગંભીર છે અને તેને મદદની જરૂર છે. તે પછી વિદ્યાર્થીઓ સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. કદાચ એવુ હોઇ શકે કે તેમના મોબાઇલનું નેટવર્ક ના આવતું હોય કે ફોનની બેટરી પૂરી થઇ ચૂકી હોય.’

ખરાબ હવામાન હોવા છતાં મોટી બચાવ કામગીરી
બચાવ દળએ શનિવારે ફુટાસોર ગામની પાસે પર્વતારોહકોના પગના નિશાન જોયા હતા. એક હેલિકોપ્ટરની મદદથી ગુમ થયેલા પર્વતારોહકોની શોધખોળ ચાલી રહી છે, પરંતુ આ પ્રાઇવેટ હેલીકોપ્ટર ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે 6 હજાર ફૂટથી વધારે ઊંચાઇ પર ઊડી શકતું નથી.

શોધખોળમાં આઇટીબીપી અને પોલીસ
પોલીસ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે ગુમ પર્વતારોહકોને શોધવામાં આઇટીબીપીની 3 અને પોલીસની 2 દળોને કામે લગાડવામાં આવ્યા છે. જે પૈકી એક પર્વતારોહકને શોધી લેવાયો છે, પરંતુ સતત બરફ પડવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.

You might also like