હમણાં પગારના મામલે કોઈ રજૂઅાત નહીંઃ સરકારી કર્મચારીઅોને તાકીદ

અમદાવાદ: તાજેતરમાં જ રાજ્ય સરકારે જાહેર કરેલા એક પરિપત્ર મુજબ રાજ્ય સરકારના સરકારી કર્મીઅો તેમના પગારધોરણની વિસંગતતા, પગારમાં સુધારા વ. બાબતોઅે રજૂઅાત કરી શકશે નહીં, અા બાબત હાલમાં અાચારસંહિતામાં વણી લેવામાં અાવી છે.

કેન્દ્રીય સાતમું પગારપંચ અને તેનો રિપોર્ટ કેન્દ્રીય નાણાં વિભાગને રજૂ થઈ ચૂક્યો છે, જેના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા હાથ ધરાઈ છે, માટે હવે પગારમાં સુધારો કે તેને લગતી કોઈ પણ બાબત પગારપંચના કાર્યક્ષેત્રમાં અાવતી હોઈ જ્યાં સુધી પગારપંચ તેનો અહેવાલ કેન્દ્ર સરકારને રજૂ ન કરે ત્યાં સુધી સરકારી કર્મીઅો અા બાબતે રજૂઅાત કરી શકશે નહીં.

પરિપત્રમાં સમાવાયેલી બાબતો મુજબ કોઈ પણ બાબતે પગારધોરણમાં સુધારો, પગારની વિસંગતતા, હોદ્દાઅોની ફેરવિચારણા, વર્ગીકરણ, નામાભિધાન, અપગ્રેડ, ડાઉનગ્રેડ મર્જ કરવું, ફેરફાર કરવો, જુદાં જુદાં ભથ્થાંઅોમાં સુધારા-વધારા કરવા જેવી બાબતોઅે હાલમાં રજૂઅાત કરી શકશે નહીં.

You might also like