પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા, નો ફ્લાય જોન

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસના અવસરે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ગોઠવી દેવામાં આવી છે. શહેરમાં કેટલાક મહત્વના સ્થળો પર આતંકી હુમલાની ગુપ્ત સુચના મળ્યા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી એરક્રાફ્ટ ગન અને એલએમજીને ગોઠવી દેવામાં આવી હતી.

મંજૂરી વિના જો કોઇ પણ વસ્તુ હવામાં ઉડાણ ભરતી જોવા મળે તો તેને તોડી પાડવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. સવારે 10.35થી બપોરના બાર વાગ્યા સુધી નોટમ ઘોષિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર કોઇ પણ વિમાન ઉતરશે નહીં અને ઉડાણ પણ નહીં ભરે.

ઐતિહાસિક રાજપથ પર ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનાં જણાવ્યા અનુસાર જ્યાં પરેડ થવાની છે ત્યાં મહત્વના 10 સ્થળો પર એલએમજી તૈનાત કરી દેવામાં આવી છે. મશીન ગન સાથે ટ્રેનર પોલીસકર્મીઓને નવી દિલ્હીના મહત્વના 10 સ્થળો પર ગોઠવી દેવાયા છે.

You might also like