પ્રજાસત્તાક દિનની ઉજવણી

મુખ્યપ્રધાન અને રાજ્યપાલે ધ્વજવંદન કર્યું
૬૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલ અને રાજ્યપાલ અો.પી. કોહલીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સોમનાથ બાયપાસ ચોકડી નજીક અાવેલા સદ્ભાવના ગ્રાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય અને જિલ્લા કક્ષાના ૩૫ ટેબ્લો પ્રદર્શિત કરવામાં અાવ્યા હતા. પોલીસ અને સુરક્ષાદળોના ૨,૦૦૦થી વધુ જવાનો પરેડમાં જોડાયા હતા.

ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પરષોતમ રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં અાવ્યું હતું. અા પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ તેમજ અગ્રણી કાર્યકર્તાઅો હાજર રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીઅે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અાપી હતી. અા પ્રસંગે કોંગ્રેસના અગ્રણી નેતાઅો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જયંત પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અાપી હતી. અા પ્રસંગે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઅો, અેડ્વોકેટ જનરલ, સરકારી વકીલ હાજર રહ્યા હતા.

રામનગર સાબરમતી ખાતે મેયર ગૌતમ શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. અા પ્રસંગે ડેપ્યુટી મેયર િબપિન સિક્કા, સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ, મ્યુનિ. કમિશનર ડી. થારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

You might also like