આર્થિક આતંકવાદ : દેશમાં છે 70 કરોડ રૂપિયા નકલી

નવી દિલ્હી : તમારી પાસે જેટલી નોટો છે તેમાંથી પણ કેટલીક નોટો નકલી હોઇ શકે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હાલમાં જ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. જેનાં અનુસાર દર 10 લાખ રૂપિયામાં 250 નોટો નકલી હોય છે. જ્યારે કુલ 400 કરોડ રૂપિયા લોકોની પાસે હોય છે. એક અગ્રણી સમાચાર પત્રનાં અનુસાર નકલી નોટો પર થયેલા અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો છે ભારતીય બજારમાં 70 કરોડની નકલી નોટો ફરી રહી છે.

આ ચોકાવનારો ખુલાસો નકલી ભારતીય કરન્સી નોટનાં સર્કુલેશનનાં પ્રમાણનાં અભ્યાસ બાદ થયો છે. જે ભારતીય સાંખ્યીક સંસ્થા (આઇએસઆઇ) કોલકાતા દ્વારા આ અહેવાલ તૈયાર કરાયો છે. આ પરિણામોને ભારત સરકારે પણ સ્વિકાર્યા છે. આર્થિક આતંકવાદને નાથવા માટે પણ મજબુત ઉપાયોની શૃંખલા અંગે યોજના બનાવવામાં આવી છે. જેમાં એનઆઇએ ઉપરાંત, સીબીઆઇ, આઇબી,ડીઆઇઆઇ અને રો અને રાજ્ય પોલીસનાં અધિકારીઓને સમાવી ઓપરેશન હાથ ધરાશે.

અભ્યાસમાં તે પણ ખુલાસો થયો છે કે 100 અને 500 રૂપિયાની નકલી નોટો પકડાવા કરતા 1000ની નોટો પકડાવાનો દર 10 ટકા વધારે છે. 1000 રૂપિયાની નોટો કુલ નકલી નોટોનાં 50 ટકા જેટલી છે. આઇએસઆઇનાં અનુસાર જો કે હાલમાં નકલી નોટોને પકડવા માટેનું જે તંત્ર કામ કરી રહ્યું છે તે યોગ્ય છે. નકલી નોટોનાં પ્રમાણને દર વર્ષે 20 ટકા ધટાડી શકાય છે.

You might also like