Categories: Gujarat

હવે સફાઈ માટે પણ રેપિડ એક્શન ટીમ

શહેરને સ્વચ્છ રાખવા માટે માંડવી નગરપાલિકાએ ઈમરજન્સી સેવાની જેમ એક અનોખી પહેલ કરી છે. આ માટે શહેરને ચોખ્ખું રાખવા માટે એક નવતર કીમિયો અજમાવાયો છે. મોબાઇલ કે લેન્ડલાઇન ફોનથી ‘૧૦૧’ નંબર ડાયલ કરવાથી સફાઇ કામદારોની ટીમ માત્ર ૩૦ મિનિટમાં જ સફાઇ કરવા પહોંચી જાય છે. પ્રાયોગિક ધોરણે ચાલતા આ પ્રયાસને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સામાન્ય રીતે લગ્ન, મરણ કે અન્ય કોઈ સામાજિક પ્રસંગે થતાં જમણ પછી ખૂબ જ ગંદકી ફેલાય છે. આવી જ રીતે ધાર્મિક પ્રસંગો વખતે પણ ગંદકી વધે છે. ત્યારે સફાઈ કામદાર આવે અને સફાઈ કરે તેની રાહ જોવાના બદલે (૦૨૮૩૪) ૧૦૧ નંબર ડાયલ કરવાથી રેપિડ એક્શન ટીમ સ્થળ પર પહોંચીને સફાઈ કરે છે.

આ અંગે માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન જિજ્ઞેશભાઈ કષ્ટા કહે છે, “શહેરમાં ઝડપથી સફાઈ થાય તે માટે અમે ૧૦ વ્યક્તિઓની રેપિડ એક્શન ટીમ બનાવી છે. માત્ર એક નંબર ડાયલ કરવાથી સફાઈ કામદારોની ટીમ પહોંચાડનારી માંડવી નગરપાલિકા રાજ્યમાં પ્રથમ છે.

પ્રાયોગિક ધોરણે ચાલતી આ યોજના હવે સત્તાવાર રીતે શરૂ કરાશે. કોઈ કામ ન હોય ત્યારે આ ટીમ રસ્તાની સાઇડની સફાઈ કરે છે. કામદારોને બાઇક અને એક મિની વાહન પણ અપાયું છે. જેથી તેઓ ઝડપથી પહોંચી શકે. નગરપાલિકાએ લોકોને પણ અપીલ કરી છે કે તેમને ત્યાં જમણવાર થાય તો તેનો કચરો બહાર ન નાખતા આ ટીમને બોલાવીને આપી દેવો. આમ, રેપિડ એક્શન ટીમના કારણે નાનામોટા કાર્યક્રમો વખતે થતી ગંદકી અટકાવવાનો અમારો પ્રયાસ છે.”

admin

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

19 hours ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

19 hours ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

19 hours ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

19 hours ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

19 hours ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

19 hours ago