ભારતમાં દરેક મહિલા પાસે #MeTooની કહાણી છેઃ રેણુકા શહાણે

નવી દિલ્હી: હોલિવૂડથી શરૂ થયેલ #MeToo અભિયાન ભારતમાં સનસનીખેજ રીતે ફેલાઇ રહ્યું છે અને તેમાં અત્યાર સુધીમાં કેટલાંય મોટાં માથાંઓનાં નામ જાહેર થઇ ચૂક્યાં છે. આ અભિયાન વચ્ચે જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેએ કહ્યુું છે કે ભાગ્યે જ કોઇ એવી મહિલા હશે કે જેની પાસે #MeTooની કોઇ કહાણી ન હોય.

રેણુકા શહાણેએ જણાવ્યું છે કે મારી સાથે પણ #MeTooની કહાણી છે, પરંતુ મારી સાથે દુષ્કર્મ કરનાર કોઇ પ્રસિદ્ધ વ્યકિત ન હતી. તેણે જણાવ્યું છે કે હું એવું માનતી નથી કે એક પણ એવી મહિલા નહીંં હોય કે જેને #MeToo યાતનામાંથી પસાર થવું ન પડ્યું હોય. મારી #MeToo કહાણીમાં કોઇ પ્રસિદ્ધ વ્યકિત ન હતી.

આ ઘટના ઘણા સમય પહેલાં બની હતી, પરંતુ તેનાથી હું પ્રભાવિત થઇ ન હતી. આ ઘટનાએ દુનિયાને જોવાના મારા દૃષ્ટિકોણને પ્રભાવિત કર્યો હતો. રેણુકા શહાણેએ મુંબઇથી આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેં મારી આખી જિંદગી લોકલ ટ્રેન અને બસમાં સફર કરતાં વીતાવી છે.

પ્રવાસ દરમિયાન તમને ખબર હશે કે કોઇ પણ વ્યકિત તમને સ્પર્શ કરીને, તમારા વક્ષસ્થળને દબાવીને નીકળી જતી હોય છે અથવા આવા કોઇ અડપલાં કરતી હોય છે. તેમને એ વાતથી ફરક પડતો નથી કે તમારી ઉંમર શું છે, પરિણીત છો કે ગર્ભવતી. આ ક્યારેય સમાપ્ત ન થનારી યાદી છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago