ધ્રુપદનાં પ્રખ્યાત ગાયક ઉસ્તાદ સઇદુદ્દીન ડાગરનું અવસાન

પુણે : ધ્રુપદ પરંપરાના સર્વશ્રેષ્ઠ ગાયકોમાંથી એક ઉસ્તાદ હુસૈન સઇદુદ્દીન ડાગરનું લાંબી બિમારી બાદ મોડી સાંજે પુણેની એક હોસ્પિટલમાં અવસાન થઇ ગયું હતું. તેઓ 78 વર્ષનાં હતા. તેઓ પ્રશંસકોમાં સઇદ ભાઇ તરીકે લોકપ્રિય હતા. ગત્ત લાંબા સમયથી કિડની અને તેને સંબંધિત અન્ય બિમારીઓથી પીડિત હતા.

સઇદુદ્દીન ડાગરનો જન્મ રાજસ્થાનમાં થયો અને તેઓ પ્રતિષ્ઠિત સંગીતકાર ડાગર પરિવારનો હિસ્સો હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં વસ્યા હતા અને પુણેમાં રહેતા હતા. સઇદુદ્દીન ડાગર સાત ભાઇઓ પૈકી સૌથી નાના હતા. 29 એપ્રીલ 1939નાં રોજ રાજસ્થાનનાં અલવર જિલ્લામાં જન્મેલા સઇદુદ્દીનનું સંગીતયાત્રા છ વર્ષની ઉંમરથી જ ચાલુ થઇ ગઇ હતી.

You might also like