રેનોનાં અપડેટેડ વર્ઝન પરથી ઉઠ્યો પડદો : ઘણા ખાસ ફિચર્સનો ઉમેરો

અમદાવાદ : રેનોએ બ્રાઝીલમાં પાવરફુલ એન્જિનવાળી ક્વિડ અને નવી એસયૂવી કેપ્ચર પરથી પર્દો ઉઠાવ્યો છે. આ બંન્ને કાર ભારતમાં પણ ટુંક જ સમયમાં લોન્ચ થનાર છે. પાવરફુલ ક્વિટમાં 1.0 લીટર એટલે કે 1 હજાર સીસીનું એન્જિન આવશે. પાવરફુલ ક્વિડ લાંબા સમયથી ચર્ચામાં છે. તે ઉપરાંત કંપનીએ નવી કોલિઓસને પણ રજુ કરી છે.

1.0 લીટર એન્જિન ધરાવતી ક્વિટને ફેબ્રુઆરીમાં ભારતમાં ઇન્ડિયન ઓટો એક્સપો દરમિયાન રજુ કરવામાં આવી હતી. આશા છે કે આ કાર આગામી થોડા જ સમયમાં ભારતમાં લોન્ચ થશે. બ્રાઝીલમાં વેચાનારી ક્વિટ હાલ ભારતમાં છે તે ક્વિડ કરતા 130 કિલોગ્રામ વધારેવજનની છે. ક્વીડનાં અપડેટેડ વર્ઝનમાં 4 એરબેગ ( બે આગળ અને બે સાઇડમાં), એબીએસ અને ઇબીડી સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. હાલની ક્વિડમાં માત્ર એક ડ્રાઇવરસાઇડ એરબેગ જ ઉપલબ્ધ છે. તે પણ ઓપ્શનલ છે.

ક્વિડ ઉપરાંત કેપ્ચર એસયુવીની વાત કરીએ તો બ્રાઝીલમાં તેને ડસ્ટરની ઉપર પોઝિશનિંગ અપાશે. કેપ્ચરને આ વર્ષે રશિયામાં લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં તેને આગામી વર્ષે ઉતારવામાં આવશે. તે પણ ડસ્ટરની ઉપરની પોઝીશન પર હશે. આ બંન્ને કાર ઉપરાંત નવી કોલિઓસને પણ રેનો દ્વારા રજુ કરવામાં આવી હતી. પ્રીમિયર એસયુવી કોલિઓસ ભારતમાં એટલી સફળ રહી નહોતી.

You might also like