ફેસબુક પર ભૂલથી પણ ના રાખશો આ 11 વસ્તુઓ, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન

સોશિયલ નેટવર્કિગ સાઇટ આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ કેટલીક વખત આપણી માટે સમસ્યા બની જાય છે. આપણી ખાનગી જાણકારી ફેસબુક પર હોય છે, તો લોકો ઓને ખોટો ફાયદો પણ ઉઠાવી લે છે. એવામાં અમે તમને જણાવીએ છીએ એવી 11 વાતો માટે જેને ફેસબુક પરથી જલ્દી થી જલ્દી હટાવી લો.

1. ફોન નંબર:
મોબાઇલ નંબર તરત જ હાઇડ કરી લો. ક્યારે પણ મોબાઇલ નંબર ફેસબુક પર નાંખશો નહીં. નહીં તો લોકો સતત ફોન કરીને હેરાન કરે રાખશે.

2. બર્થ ડેટ:
હેકર ફેસબુક પર જન્મદિવસની તારીખથી પોતાની જીંદગીમાં ખલબલી પહોંચાડી શકે છે. એ તમારી બેંક સુધી ઓળખાણ બનાવી શકે છે અને બદલામાં ત્રણ ગણું નુકસાન ભોગવવું પડે છે.

3. સાચા મિત્રોને જ ફેસબુક પર રાખો:
અજાણી વ્યક્તિ સાથે ફેસબુક પર મિત્રતા કરશો નહીં, એ જ સારું છે.

4. રિલેશનશીપ સ્ટેટ્સ:
જો તમે કોઇના પ્રેમમાં છો, તો પણ એની ખુલ્લેઆમ ચર્ચા કરવાની જરૂર નથી. એનો ફાયદો બીજા લોકો ઉઠાવી શકે છે.

5. ક્રેડિટ કાર્ડ ડીટેલ્સ:
ક્રેડિટ કાર્ડસની માહિતી કોઇ દિવસ ફેસબુક પર રાખશો નહીં. અકાઉન્ટ હેક થવાના ચાન્સીસથી મુકસાન ઉઠાવવું પડશે.

6. તમારા બોસને ના જોડશો ફેસબુક પર:
આ તમારી પર્સનલ જગ્યા છે. બની શકે છે તમારી વાત બોસને ખરાબ લાગી હોય, અને ઓફિસમાં તમારા માટે સમસ્યા વધી જાય.

7. લોકેશન કોઇ દિવસ ના જણાવશો:
ફેસબુક પર તમારા લોકેશનને કોઇ દિવસ ટેગ કરશો નહીં. ખબર નહીં કોણ તમારી પર નજર રાખતું હશે.

8. રજાઓની જાણકારી ફેસબુક પર ના આપશો:
આવું કરવાથી તમારે એ પાછળ ત્રણ ગણું નુકસાન ભોગવવુ પડી શકે છે. બની શકે છે તમે ફેસબુક પર લખ્યું હોય કે તમે 15 દિવસની રજાઓ માટે બહાર જાવ છો અને તમારા ઘરમાં ચોરી થઇ જાય. એવી ગણી વાતો સામે આવી ગઇ છે.

9. પરિવારનો ફોટો ના મૂકશો:
આવું કરવાથી તમે તમારા દુશ્મનો સુધી ઘની જાણકારી પહોંચાડી રહ્યા છો. તરત રોકાઇ જાવ અને પરિવારના ફોટો નાંખશો નહીં.

10. તમારા બાળકોના સ્કૂલની જાણકારી ના આપશો:
તમે તમારા બાળકોને ઘણું બઘુ શેર કરવા માંગો છો પરંતુ બાળકો માટે ફેસબુક પર કઇ લખશો નહીં. સ્કૂલથી જોડાયેલી માહિતી પણ લખશો નહીં. આવું કરવાથી તમે તમારા માટે મુકસાનનું મોટું પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છો.

11. લોકેશન સેટિંગ હંમેશા બંધ રાખો:
આઇફોન હોય કે એન્ડ્રોઇડ, લોકેશન સેટિંગ હંમેશા બંધ રાખો. એનાથી તમારી સ્થિતિ માટે બીજાને માહિતી મળતી રહે છે અને એ લોકા કંઇક અલગ પ્લાનિંગ કરીને તમને નુકસાન પહોંચાડે છે.

You might also like