કુપોષણ માટે પેટનું ઇન્ફેક્શન દૂર કરવું પણ અત્યંત જરૂરી

સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન અાપવાની પ્રથા શરૂ થઈ પછી પણ ભારતમાં બાળકોના કુપોષણનો અાંક ઘટ્યો નથી. માત્ર પોષક ખોરાક પૂરો પાડવાથી કુપોષણની સમસ્યા દૂર નહીં થઈ શકે. પોષક ખોરાક ખાધા પછી તેમાંનાં પોષક તત્ત્વો શરીરમાં એબ્ઝોર્બ થાય તે માટે પાચનશક્તિ મજબૂત હોવી જોઈઅે.

યુનિવર્સિટી અોફ વ‌િર્જ‌નિયાના રિસર્ચરોનું કહેવું છે કે બાળકો કુપોષણનો શિકાર બને ત્યારે સૌથી મહત્ત્વનું કારણ તેના પેટમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન હોય તે હોય છે. રિસર્ચરોઅે બાંગ્લાદેશના ઢાકાના શહેરી વિસ્તારમાં સ્લમ બાળકોનો ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ અા તારણ અાપ્યું છે.

You might also like