અમિત શાહનાં નિવાસસ્થાને અગ્રણી નેતાઓનો મેળાવડો

અમદાવાદ: સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગુજરાત ભાજપની બે દિવસીય પ્રદેશ કારોબારીનું શનિવારે સમાપન થયા બાદ અમિત શાહ આજે એમના નિવાસ સ્થાને આવ્યા છે. અમદાવાદ આવેલા અમિત શાહના ઘરે અત્યારે નેતાઓની મુલાકાતનો દોર શરૂ થયો છે.

ભાજપના અગ્રણી નેતાઓ તેમજ આગેવાનો અમિત શાહને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. ધારાસભ્ય બાબુ જમના અમિત શાહને મળવા પહોંચ્યા હતા. તો અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ અમિત શાહને મળ્યા હતા. તો આ રાજકીય અગ્રણીઓ સાથે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ અમિત શાહને મળવા પહોંચ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે આજે બપોર બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થશે. તેથી રાજકારણના અગ્રણી નેતાઓ આજે અમિત શાહનાં થલતેજનાં નિવાસસ્થાને તેમને મળવા માટે જઇ રહ્યા છે.

નોંધનીય છે કે સોમનાથમાં યોજાયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ શુક્રવારે રાતે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતાં. જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે અમિત શાહે ઉપસ્થિત બીજેપીના પદાધિકારીઓ અને કાર્યકરોને જણાવ્યું કે, 2017માં ભાજપના બે લક્ષ્ય છે. એક તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠક પર વિજય પ્રાપ્ત કરવાનું અને બીજું બૂથ સ્તરેથી કોંગ્રેસને સંપૂર્ણપણે ઉખાડી ફેંકવાનું લક્ષ્ય છે.

http://sambhaavnews.com/

You might also like