ચહેરા પરના કાળા ડાઘને કહો બાય..બાય..

કાળા ડાઘની સાથે કરચલીઅો અને શુષ્ક ત્વચા યંગસ્ટર્સમાં ચિંતાનો વિષય છે. પરંપરાગત અાૈષધો અને ઘરમાં જ ઘરગથ્થુ ખાદ્યસામગ્રીમાંથી પિગમેન્ટેશનથી રાહત મેળવી શકાય છે.

– ચામડીને સુંવાળી અને ગોરી-ચમકદાર બનાવવા માટે હળદરનો પાઉડર, ગુલાબજળ, લોધર, મજીઠ, લાલ ચંદન, સરસવ, મસૂરની દાળને સપ્રમાણ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી નિયમિત રીતે જ્યાં કાળા ડાઘા હોય ત્યાં લેપ કરી અડધો કલાક રાખી હૂંફાળા પાણીથી સાફ કરી લેવો. ઉપરાંત નિયમિત માલિશથી પણ રક્ત પરિભ્રમણ સુચારુપણે થવાથી ચામડી ચેતનવંતી બને છે.

– કપૂરકાચલી, મજીઠ, લાલ ચંદન અને લાખને તલના તેલમાં ઉકાળી અા તેલથી દરરોજ નિયમિત અાખા શરીરે માલિશ કરવાથી શરીર તાંબા જેવું ચમકદાર બને છે, ત્વચા તંદુરસ્ત રહે છે.

– લોધરને પાણીમાં ઉકાળી હૂંફાળા પાણીથી મોં સાફ કરવાથી કાળા ડાઘ અને અાંખની અાજુબાજુના બ્લેક ડોટસ અોછા થઈ જાયછે. ત્વચા પર કાળા ડાઘા ખાડા સાથેના પણ હોય છે. ખાડા ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે. યંગસ્ટર્સમાં ઘણા ફેર સ્કિન ધરાવતા હોય છતાં તેમને ચામડી પર ખાડાની સમસ્યા તેમને મૂંઝવતી હોય છે.

– લોધર, વરિયાળી અને ફૂલાવેલી ફટકડીનો પાઉડર પાણી સાથે મિક્સ કરી તેનો લેપ કરવાથી ખાડા મટી જાય છે અને ચામડીપરના અકુદરતી ડાઘા દૂર થાય છે.

You might also like