મંદિરનું ત્રિશૂળ યાદ રહ્યું ને બાળકનો પરિવાર સાથે ભેટો થયો

અમદાવાદઃ વટવા રેલવે ફાટક પાસે એક ગુમ થયેલ બાળક મળી આવતાં પોલીસે ૨૪ કલાકમાં તેના માતા પિતા સાથે ભેટો કરાવી દીધો છે. રવિવારે વટવા રેલવે ફાટક પાસે એક ગુમ થયેલા બાળક પોલીસ કર્મચારીને મળી આવતાં તેને પોલીસ સ્ટેશનમાં લવાયું હતું. જ્યાં તેને પૂછતાં તેનું નામ શેખર ચૌરસિયા હોવાનું જણાવ્યુ હતું. બાળક પરપ્રાંતનો હોવાથી તે ગુજરાતી જાણતો ન હતો.

બાળક રમતિયાળ હોવાથી તે જે રોડ પરથી આવ્યું ત્યાં કેટલીક જગ્યાએ તેને યાદ હતી. શેખરે પોલીસને જણાવ્યું હતુંકે હું જ્યાંથી આવ્યો ત્યાં એક ઓવરબ્રિજ બની રહ્યો છે અને એક મંદિર પણ છે જેની બહાર ત્રિશૂળ લગાવ્યું છે. પોલીસે શેખરને આખી રાત પોલીસ સ્ટેશનમાં સુવાડી દીધો હતો.

ટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન.વાધેલાએ જણાવ્યું છે કે શેખરને ત્રિશૂળવાળું મંદિર યાદ હોઇ અમે ત્રિશૂળવાળું મંદિર શોધ્યું હતું અને ત્યાંથી તેના માતા-પિતાની ભાળ મળતાં માતા-પિતા સાથે શેખરનો ભેટો કરાવ્યો હતો.

You might also like