ટ્રેકિંગનો આનંદ લેવો છે, તો અપનાવો આ ટીપ્સ

ટ્રેકિંગ પર જવું એક રોમાન્ચક અનુભવ છે. પરંતુ વધારે પડતો ઉત્સાહ તમારી સફરની મજા બગાડી શકે છે. જો તમે પણ એવી કોઇ ટ્રિપ પ્લાન કરી રહ્યાં છો. તો તેનો સંપૂર્ણ આનંદ લેવા માટે ટ્રેકિંગ કરતી વખતે શું કરવું જોઇએ તે ચોક્કસથી જાણી લો.

  • દિવસની શરૂઆત નાસ્તા સાથે કરવી ખૂબ જ સારી છે. ખાસ કરીને ટ્રેકિંગ વખતે તે ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. બોડીમાં એનર્જી જાળવી રાખવા માટે તે ખૂબ જ જરૂરી છે. તે તમને ટ્રેકિંગ દરમ્યાન લાગતી ભૂખથી બચાવશે. ટ્રેકિંગ સમયે વધારે કોફી ન પીવી તે તમને ડિહાઇટ્રેશન કરાવી શકે છે.
  • એકલા ક્યારે પણ ટ્રેકિંગ ન કરવું. ગ્રૂપમાં ટ્રેકિંગ કરવું. ટ્રેકિંગનો સૌથી મોટો રૂલ્સ છે ધૈર્ય અને અનુશાસન. જેનું ધ્યાન રાખવાથી તમે અનેક મુશ્કેલીઓથી બચી શકો છો.
  • પહાળો પર ચઢતી વખતે અને ઉતરથી વખતે અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ચઢતી વખતે બોડીને બેલેન્સ કરવી જરૂરી છે. તેથી જ તમારી પાસે પાણીનો સ્ટોક જરૂરથી રાખવો. દર 20 મિનીટે થોડું પાણી પીવું જોઇએ.
  • બોડી સ્ટેમિના પ્રમાણે ચઢવાની સ્પીડને વધારવી અને ઘટાડવી જોઇએ. આમ કરવાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો.
  • પહાળોની સુંદરતા, ઠંડી હવા અને સુંદર વાતાવરણની વચ્ચે કેમ્પસ મસ્તી તમને ફરવા માટે ઉપસાવી શકે છે. પરંતુ વ્યસથી દૂર રહેવુ. તે તમારા પેટની મુશ્કેલી વધારી શકે છે.
You might also like