ગુરૂવારે આમાથી કોઇ એક વસ્તુ રાખો પાકિટમાં, ચોક્કસ થશે ફાયદો

ગુરૂવારના દિવસે ગુરૂ બૃહસ્પતિનો થાય છે. જ્યોતિશાસ્ત્રમાં ગુરૂને શુભ કાર્યો તેમ જ ધનનો કારક ગણવામાં આવે છે. પૈસા અને સુખની કામના ઇચ્છતા લોકો ગુરૂવારના દિવસે એક કામ એવું ચોક્કસથી કરવું જોઇએ કે જેથી પૈસાની વૃદ્ધિ થાય અને લાભ પણ થાય.

ચોખામાં કેસર કે હળદર લગાવીને પોતાના શર્ટના ખિસ્સામાં રાખવાથી ફાયદો થશે. એટલા માટે તો પૂજા કે પછી નવ વધુની વિદાયમાં ચોખા રાખવામાં આવે છે. પોતાના ખિસ્સામાં પીળા રંગનું કપળુ કે પછી રૂમાલ રાખો. જો તમે ઇચ્છો તો પીળા રંગના વસ્ત્રો પણ ધારણ કરી શકો છો. પીળા રંગનું કપળુ ગુરૂમાંથી નિકળનારી ઉર્જાને ગ્રહણ કરીને તમારા સુધી પહોંચાડે છે. જેનાથી તમે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો છો. જે કોઇને કોઇ રીતે તમને લાભકારી થશે.

પંચધાતુનું ગુરૂયંત્ર બનાવીને પર્સમાં રાખો. જ્યાં સુધી યંત્ર નથી બનાવતા ત્યાં સુધી પીળા રંગના કાગળમાં લાલ કલરથી યંત્ર બનાવીને ખીસ્સામાં રાખો. કેળાના ઝાડના મૂડીયાને પીળા રંગના કપડામાં લપેટીને રાખો. તે ગુરૂના યંત્ર પોખરાજની જેમ કારગત છે. મોરના પીછા ગ્રહદોષને દૂર કરનારા છે. તેને ખીસ્સામાં કે પાકિટમાં રાખવાથી ફાયદો થશે.

 

You might also like