અરુણાચલમાંથી મળેલા અવશેષોની તપાસ

ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાંથી ગયા વર્ષે કેટલાંક અવશેષ મળી આવ્યા હતા. આ અવશેષનું નિરીક્ષણ કરવા માટે અમેરિકાની એક ટીમ અરુણાચલ પ્રદેશની મુલાકાતે આવી છે. તેમનું કહેવું છે કે આ અવશેષ અમેરિકી નાગરિકોના છે.

અરુણાચલ પ્રદેશના લોઅલ દિબાંગ ઘાટીમાંથી મળી આવેલા આ અવશેષો દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા સૈનિકોના હોઇ શકે એવું અમેરિકાની ટીમનું માનવું છે. ચીન અને મ્યાનમારની સાથે જોડાયેલા સરહદીય વિસ્તારોમાંથી ૪૦૦થી વધુ અમેરિકનોના અવશેષો મળી શકે છે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. મોટાભાગના અમેરિકી સૈનિકો જાપાન વિરુદ્ધના યુદ્ધમાં ચીનને મિત્રરાષ્ટ્રો દ્વારા પહોંચાડવામાં આવેલી મદદના અભિયાન દરમિયાન ગાયબથયા હતા.

અમેરિકા યુદ્ધબંદીઓ અને ગાયબ થયેલા સૈનિકોની ભાળ માટે અમેરિકાની ટીમ મોકલે છે. કોલકતાસ્થિત અમેરિકી વાણિજ્ય દૂતાવાસે એક રિપોર્ટ પ્રસિદ્ધ કરીને જણાવ્યું હતું કે અમેરિકાની ટીમને જે અવશેષો મળ્યા છે, તે અમેરિકન સૈનિકોના હોવાની શક્યતા છે. ભારત સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ આ અવશેષોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like