અતિ ધાર્મિક અને નાસ્તીક બંનેને મૃત્યુનો ડર ઓછો સતાવે છે

અતિ ધાર્મિક હોય અને તેવા લોકો અને સાવ નાસ્તીક હોય તેવા લોકોમાં એક બાબત સામાન્ય હોય છે. એ બંનેને મૃત્યુનો ડર ઓછામાં ઓછો સતાવે છે. ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ મૃત્યના ડરને લઈને અાવતી એન્ગ્ઝાઈટી અને ધાર્મિક માન્યતા વચ્ચેનો સંબંધ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમાં જાણવા મળ્યું કે અત્યંત ધાર્મિક અને એકદમ નાસ્તીક લોકોમાં મૃત્યુનો ડર મિનીમમ હોય છે. જ્યારે અા બંનેની વચ્ચે રહેલા લોકોમાં મૃત્યુને લઈને ખૌફ વધુ જોવા મળ્યો હતો. જે લોકો મૂળભુત સ્વભાવથી ધાર્મિક હોય તેઓ મૃત્યુથી ઓછા ડરે છે, પરંતુ જેઓ ઉપરછલ્લા ધાર્મિક હોય તેમને મૃત્યુનો ડર વધુ સતાવે છે.
http://sambhaavnews.com/

You might also like