કાર ખરીદનારાઓ માટે ખુશખબર, આ કંપની નહી વધારે કારની કિંમત

ગત વિત્ત વર્ષ દરમિયાન સ્ટીલ, એલ્યુમીનિયમ અને અન્ય ઉત્પાદનોની કિંમતમાં વધારા થવા છતા દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકી હાલમાં પોતાના મોટર વાહનોની કિંમતમાં વધારો નહી કરે.

મારુતિના અધ્યક્ષ આર.સી.ભાર્ગવે શુક્રવારે અહીંયા 2017-18ના નાણાકીય લેવડ-દેવડ વિષે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન સ્ટીલ, એલ્યુમિનિયમ અને કેટલાક અન્ય ઇનપુટમાં ભાવવધારો થતા કંપનીને આશરે 700 કરોડનો ભાર પડ્યો છે. પરંતુ હાલમાં કંપનીએ પોતાની કારોના ભાવમાં વધારો કર્યો નથી. જ્યાં સુધી આ માર સહન થશે ત્યાં સુધી કરીશું ત્યાર બાદ ભાવ વધારાને મામલે વિચાર કરીશું.

ગ્રામીણ વિસ્તારમાં વધી જવાબદારી:
તેમણે આગળ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી ગ્રામ્ય બજારમાં કંપનીની પકડ મજબૂત બની છે. છેલ્લાં વર્ષોમાં ગ્રામ્ય બજારની ભાગીદારીમાં 36 ટકાનો વધારો થયો છે, જે એક વર્ષ પહેલાંની તુલનામાં બે ટકા વધુ છે. કંપનીએ છ લાખથી વધુ કાર ગ્રામીણ એરિયાના વહેંચી છે. આ કારોનું ગ્રામીણ બજાર 15% વધ્યું છે.

5.1% નફો વધ્યો:
તેમણે જણાવ્યુ કે, વર્ષ 2017-2018ના દરમિયાન કંપનીએ 17,79,574 કાર વેચી, જે 13.4% વધારો દર્શાવે છે. ગયા વર્ષ દરમિયાન કંપનીનું વેચાણ 78,104 કરોડ રૂપિયા રહ્યું છે. જે એક વર્ષની સરખામણીમાં 16.7% વધારે છે. આ દરમિયાન કંપનીનો સંચાલન નફો 9,303 કરોડ રૂપિયા, જ્યારે ચોખ્ખા નફા 7,722 કરોડ રૂપિયા હતો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ શુદ્ઘ લાભ 5.1%નો વધારો થયો છે.

શેરધારકોને 80 રૂપિયાનો લાભાંશ:
વર્ષ 2017-18 માટે શેરધારકોને કંપનીએ 80 રૂપિયા પ્રતિ શૅરનો લાભાંશ આપવાની જાહેરાત કરી છે, એક વર્ષ પહેલા પ્રતિ શૅર 75 રૂપિયાનો લાભાંશ આપવામાં આવ્યો હતો.

You might also like