રાહતના સમાચારઃ હજુ એક અઠવાડિયું હિટવેવની શકયતા નથી

અમદાવાદઃ આજથી મે મહિનાનો પ્રારંભ થયો છે. સામાન્ય રીતે મે મહિનો એટલે કે ત્વચાને દઝાડતી ગરમીનો મહિનો. પરંતુ ફાંટાબાજ કુદરતના કારણે આ વખતે મે મ‌હિનાનું પહેલું અઠવાડિયું લોકોને ભીષણ ગરમીના મામલે કંઇક અંશે રાહતરૂપ બનવાનું છે કેમકે સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ હજુ એક અઠવાડિયું ગુજરાતમાં હિટવેવની શકયતા નથી.

ચાલુ ઉનાળાની સિઝનની શરૂઆતમાં આ ઉનાળો કાળઝાળ ગરમીથી ભરપુર રહીને લોકોને દઝાડશે તેવી હવામાન કચેરીની આગાહી હતી પરંતુ જે રીતે ઉનાળો વર્તાઇ રહ્યો છે તેને જોતાં હજુ સુધી આકાશમાંથી જોઇએ તેવી આગાહી મુજબની અગનવર્ષા થઇ નથી. આને બદલે રાજ્યના ગોંડલ, સુરેન્દ્રનગર સહિતના કેટલાક વિસ્તારમાં માવઠું પડતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રો વધુમાં કહે છે કે હાલમાં અરબી સમુદ્રથી ભેજવાળા પવન ફુંકાઇ રહ્યા છે. જેના કારણે હજુ એક અઠવાડિયું રાજ્યમાં હિટવેવની શકયતા નથી. જોકે અમદાવાદ સહિત ગુજરાતમાં આવતી કાલથી ગરમીનો પારો ૪૦-૪૧ ડિગ્રીની આસપાસ રહેશે.

http://sambhaavnews.com/

 

You might also like