સ્માર્ટફોન યૂજર્સને આગામી અઠવાડિયાથી ફક્ત 93 રૂપિયામાં મળશે 10GB 4G ડેટા

નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યૂનિકેશન આગામી અઠવાડિયાથી જિઓ સર્વિસ હેઠળ ફક્ત 93 10GB સુધી 4G ડેટા આપશે. હાલ આ ડેટા ઓફર ફક્ત CDMA કસ્ટમર્સ માટે જ હશે.

એક અધિકારીના અનુસાર Rcomએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમે જાણકારી આપી છે કે રિલાયન્સ જિયો ઇનફોકોમ આગામી અઠવાડિયાથી પોતાના સીડીએએમના કસ્ટમર્સને 4G સર્વિસ આપવાનું શરૂ કરશે. આ ફક્ત તે સીડીએમએ ગ્રાહકોને જ મળશે જેમણે પહેલાંથી 4G સર્વિસ અપગ્રેડ કરાવી છે.

કંપનીએ ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમની સાથે આંકડા શેર કર્યા છે જે મુજબ 8 મિલિયન રિલાયન્સ સીડીએમએ ગ્રાહકોમાંથી 90 ટકાએ 4G સર્વિસ માટે અપગ્રેડ કરાવ્યું છે.

કંપની 10GB સુધી 4G ડેટા 93 રૂપિયાની શરૂઆતી કિંમતે આપશે. જો કે આ ઘણા રાજ્યોમાં 97 રૂપિયામાં પણ મળી શકે છે. કંપની તેની જાણકારી પોતાની આધિકારીક વેબસાઇટ પર પણ પબ્લિશ કરી છે.

હાલ આ 4G ડેટા ઇન સર્કલ્સમાં મળશે: મુંબઇ, દિલ્હી, કલકત્તા, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, યૂપી, ઓડિશા, મધ્ય પ્રદેશ અને બિહાર. અત્રે ઉલ્લેખનીય છે કે 93 રૂપિયામાં 10GBના 4G ના મુકાબલે 94 ટકા ઓછા છે.

You might also like