રિલાયન્સની એક ઓર ધમાકેદાર ઓફર : 148માં મળશે અકલ્પનીય ઇન્ટરનેટ

મુંબઇ: મુકેશ અંબાણી બાદ તેના નાના ભાઈ અનિલ અંબાણી ધમાકેદાર ઓફર લાવાવની તૈયારીમાં છે. ટેલીકોમ સેકટરમાં વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખતા રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom) પોતાના ટેરિફમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. ટેલીકોમ ટોકના અહેવાલ અનુસાર આરકોમ પોતાના પ્રી-પેઈડ યૂઝર્સને 148 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર 70 જીબી ડેટા આપશે. તેની વેલિડિટી 70 દિવસની હશે અને યૂઝર્સ રોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે.

તેમાં 54 અને 61 રૂપિયાના પ્લાન સામેલ છે. 54 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સ 28 દિવસ સુધી રોજ 1 જીબી 4જી ડેટાનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત રિલાયન્સથી રિલાયન્સ કોલિંગ માટે માત્ર 10 પૈસા પ્રતિ મિનિટ જ ખર્ચ કરવો પડશે. એસટીડી કોલિંગ 25 પૈસા પ્રતિ મિનિટ છે. જોકે, 61 રૂપિયાવાળા પ્લાનની સાથે પણ 1જીબી ડેટા દરરોજ મળશે, પરંતુ કોલિંગ ટેરિફમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

You might also like