રિલાયન્સ Jio હેપ્પી ન્યૂ યર ઓફર: 1 GB પૂરી થયા પછી પણ 4G ડેટા વાપરો, જાણો કેવી રીતે

રિલાયન્સ જીયો પોતાના હેપ્પી ન્યૂ યર હેઢળ આવનારા ગ્રાહકો માટે બે ઇન્ટરનેટ પેક લઈને આવ્યું છે. જીયોએ હેપી ન્યૂ યર 1 જાન્યુઆરીથી શરૂ કરી દીધું છે. હેપી ન્યૂ યર પેક હેઢળ ગ્રાહકોને અનલિમિટેડ ફોન કોલ અને એસએમએસ ઓફર મળી છે. જ્યારે કે ડેટા લિમિટ એક જીબી 4જી ડેટા છે. ત્યાર પછી ગ્રાહકોને 2જી સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળે છે. આ ઓફર 31 માર્ચ સુધી જ છે.

નવા ડેટા બૂસ્ટર હેઢળ તમને બે પેક 51 અને 301 રૂપિયામાં મળશે.
51 રૂપિયામાં 1 જીબી ડેટા અને 301 રૂપિયામાં 6જીબી 4જી ડેટા મળશે. આ ઓફરને રિલાયન્સના માઇ જીયો એપ દ્વારા મેળવી શકાશે અને તેને લઈને હાઇસ્પીડ 4જી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. આ રીતે તમે માઈ જીયો એપ હેઢળ આ ઓફર્સનો લાભ ઉઠાવી શકશો.

સૌથી પહેલા તમારે ફોન પર માઈ જીયો એપ ઓપન કરવી પડશે. પછી તમે એમાં લોગઇન કરશો. જો તમે માઇ જીયો પહેલી વાર વાપરી રહ્યા છો તો તમારે રજીસ્ટર કરવું પડશે. તેના માટે યુઝરનેમ તમારો ફોન નંબર હશે. ત્યાર બાદ તમાને જીયો એપનું લીસ્ટ દેખાશે. જેમાં માઇ જીયો એપ ખુલશે. જો તમારી લિમિટ 1 જીબીથી વધુ હોય તો બેક બટન ક્લિક કરો અને મેન સ્ક્રીનમાં આવો. ત્યાર બાદ રિચાર્જ પર ક્લિક કરની બૂસ્ટર ઓપ્શન પસંદ કરો. તમે બેમાંથી જે ગમે તે પ્લાન પસંદ કરી શકો છો.

You might also like