ખુશખબરી! રિલાયન્સ Jio ની શાનદાર 4G ઓફર, 200 રૂપિયામાં મળશે 75 GB ડેટા

નવી દિલ્હી: રિલાયન્સ જીયોએ ઇન્ટરનેટ ડેટાનો ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. રિલાયન્સ જિયોએ પોતાના એક નવા પ્લાન હેઠળ ઉપભોક્તાઓએ 200 રૂપિયાના સિમકાર્ડ પર 75 GBનો ડેટા આપવાની ઓફર કરી છે. એટલે કે આ ઓફર હેઠળ ઇન્ટરનેટ યૂજર ફક્ત 200 રૂપિયામાં 4500 મિનિટ સુધી ઇન્ટરનેટ પર ડેટાનો ઉપયોગ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સની 4G સર્વિસ ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થવા જઇ રહી છે. કંપનીના લોન્ચિંગ ઓફર હેઠળ 200 રૂપિયામાં 3 મહિનાનો ટોકટાઇમ અને 75 GB ડેટાની સાથે 4G સિમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની વેલિડિટી ફક્ત 3 મહિના સુધીની જ હશે. એટલે કે ઉપભોક્તાઓએ આ ડેટાનો ઉપયોગ ફક્ત ત્રણ મહિનામાં જ કરવો પડશે. સિમકાર્ડનું વેચાણ ક્યારથી શરૂ થશે, તે અંગે કંપનીએ ખુલાસો કર્યો નથી. ક્રેડિટ સ્વિસના રિપોર્ટ નુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં 4G સર્વિસના સોફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

ક્રેડિટ સ્વિસના અનુસાર ઉપભોક્તાઓને 200 રૂપિયામાં રિલાયન્સ જિયોનું 4G સિમકાર્ડ મળશે. આ સિમકાર્ડ 3 મહિના માટે ફ્રી ડેટા અને વોઇસ કોલના પેક સાથે આવશે. ડિસેમ્બરમાં લોંચિગ દરમિયાન કંપનીએ પોતાન કર્મચારીઓને ત્રણ મહિના માટે 75 GB ડેટા અને 4500 મિનિટ કોલિંગનું પેક ઉપલબ્ધ કરાવ્યું હતું. રિલાયન્સ ડિજિટલના કર્મચારીઓના જણાવ્યા અનુસાર સિમની સાથે ગ્રાહકોને મોબાઇલ પણ ખરીદવો પડે, કે પછી એકલું સિમકાર્ડ પણ ખરીદી શકાશે. સ્પષ્ટ છે કે આનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે.

You might also like