રિલાયન્સનો મેગા ઇવેન્ટ, કર્મચારીઓને મફત 4જી

રિલાયન્સ જીયો દેશમાં 4જી સેવા લોન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની આજે પોતાના દરેક કર્મચારીઓ માટે 4જી સેવા શરૂ કરવા જઇ રહ્યું છે. કંપની જ્યાં સુધી કોમર્શિયલ લોન્ચ નહીં કરે ત્યાં સુધી કંપનીના કર્મચારીઓને જિયોની 4જી સેવાનો મફત લાભ મળશે. બોલિવુડ કિંગ શાહરૂખ ખાન રિલાયન્સ જીયોના બ્રાન્ડ એમ્બેસેડર બને તેવી શક્યતા છે. રિલાયન્સ ગ્રુપના સંસ્થાપક ધીરુભાઇ અંબાણીના 83માં જન્મદિવસે કંપની આ સર્વિસ લોન્ચ કરશે. આ અવસર પ મુંબઇમાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિયો 4જીના આ લોન્ચ કાર્યક્રમમાં શાહરૂખ અને સંગીતકાર એ. આર. રહેમાન ઉપસ્થિત રહેશે. શાહરૂખ આ અગાઉ ભારતીય એરટેલનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ કાર્યક્રમનું લાઇવ કવરેજ 1000 જગ્યા પર કરાશે. કાર્યક્રમમાં અંદાજે 35 હજાર લોકો પ્રત્યક્ષ રીતે જોડાશે જ્યારે ઇન્ટરનેટ દ્વારા 10 હજાર લોકો જોડાય તેવી શક્યતા છે. ભારતમાં ડિજીટલ ક્રાંતિ લાવવા રિલાયન્સ જીયો તૈયાર છે. રિલાયન્સ જીયો પાસે દેશમાં સ્પેકટ્રમ અને 2.5 લાખ કિમીનું ફાયબર ઓપ્ટિકલ છે, જેનાથી દેશમાં એકસરખું સિગ્નલ મળશે. રિલાયન્સ જીયોનું કોમર્શિયલ લોન્ચ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. રિલાયન્સ જીયો મુકેશ અંબાણીની કંપની છે.

You might also like