સ્નેપડીલ હવે ઘર સુધી પહોંચાડશે રિલાયન્સ Jioના સિમ કાર્ડ

ઇ-કોમર્સ વેબસાઇટ સ્નેપડીલે હાલમાં જ ગુડગાંવ અને બેંગલુરુમાં કેશ ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે. હવે કંપની લોકોના ઘર સુધી રિલાયન્સ જીયોના સિમ પણ પહોંચાડવાનુ કામ કરશે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીયો લોકો સુધી સિમ પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. સ્નેપડીલ દ્વારા ડિલિવર કરાનારા સિમ પર હેપી ન્યૂ યર ઓફર આપવામાં આવી છે જેના હેઢળ 31 માર્ચ સુધી કોલિંગ અને ડેટા ફ્રી છે. જોકે, આ ઓફર તમામ રિલાયન્સ જીયો સિમ સાથે લાગુ થશે.

કંપનીએ પોતાના ગ્રાહકોને ઇમેલ મોકલવાનું શરૂ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કસ્ટમર્સને ટોકન ઓફ ગ્રેટિટ્યૂટ આપવામાં આવી રહ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે જેઓને ઇમેલ મોકલવામાં આવે છે તેઓને સિમ કાર્ડ માટે કોઈ પૈસા નહિ આપવા પડે અને તેઓ તેઓના ઘર સુધી બિલકુલ મફતમાં સિમ પહોંચાડશે. આ માટે ગ્રાહકો પોતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે.

હાલમાં આ સેવા પસંદગીની જગ્યાઓ પર જ આપવામાં આવી છે, કંપનીની વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરવાનું રહેશે. ત્યાર પછી તમારા નંબર પર તેની પૃષ્ટિ કરતો મેસેજ આવશે. જેના દ્વારા તમે સિમ ડિલિવરીનો દિવસ અને તારખી પણ નક્કી કરી શકશો.

You might also like