રિલાયન્સ JIO એ ફરી મચાવી ધૂમ, લાવ્યા ઝીરો રૂપિયાનો 4જી સ્માર્ટફોન

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ સમૂહની 40મી વર્ષગાંઠ પર સામાન્ય સભામાં એક વખત ફરીથી ટેલિકોમ સેક્ટરમાં હલચલ મચાવી દીધી છે. જીઓએ જિયોફોન લોન્ચ કર્યો છે. એમણે દરેક લોકોને ચોંકવનારી જાહેરાત કરી છે કે આ જિયોફોનની કિંમત શૂન્ય હશે. જિયો ફોન લેનાર લોકોને સિક્યોરિટી મની તરીકે 1500 રૂપિયા ચૂકવવા પડશે, જેને કંપની 3 વર્ષ બાદ રિફંડ કરશે.

અંબાણીએ કહ્યું કે ફ્રી ની વસ્તુથી મિસયુઝ થવાનું જોખમ વધી શકે છે, એટલા માટે સિક્યોરિટી ડિપોઝીટનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 ઓગસ્ટથી ટેસ્ટિંગ માટે જિયોફોન ઉપલબ્ધ થશે. એનું બુકિંગ 20 ઓગસ્ટથી શરૂ થશે. વહેલા તે પહેલાના ધોરણ પર સપ્ટેમ્બરમાં આ ફોનની ડિલીવરી શરૂ થશે. અંબાણીએ કહ્યું કે અમે દરેક સપ્તાહે 50 લાખ લોકો સુધી જિયોફોન પહોંચાડવાનો લક્ષ્ય લઇને ચાલી રહ્યા છીએ. એમણે કહ્યું કે અમારું લક્ષ્ય છે કે દેશના મોટાભાગના ફીચર
ફોન યૂઝર્સ સુધી આ જિયોફોન પહોંચે. મુકેશ અંબાણીએ જિયોફોનને લઇને કરી મોટી જાહેરાત.

– જિયોફોન પર યૂઝર્સને અનલિમિટેડ ડેટાની સુવિધા મળશે.
– જિયો અનલિમિટેડ ધનધનાધન પ્લાન માત્ર 153 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
– આ ફોન પર વોઇસ કોલિંગ હંમેશા ફ્રી રહેશે, 50 કરોડ યૂઝર્સ સુધી જિયોફોન પહોંચશે.
– 309 રૂપિયામાં કેબલ ટીવીની સુવિધા મળશે. જિયો ફોનને કોઇ પણ ટીવી સાથે જોડી શકાશે.
– જિયો ધન ધનાધનના 309 રૂપિયા નો પ્લાન લેનારા લોકો પણ 3 થી 4 કલાક ટીવી પર પસંદગીના વીડિયો જોઇ શકાશે.
– 24 રૂપિયાનો બે દિવસનો પ્લાન અને 54 રૂપિયાનો સાપ્તાહિક પ્લાન પણ લોન્ચ કર્યો.

ઓ ફોનમાં જોરદાર ફીચર્સ છે. સૌથી સારું ફીચર એ છે કે આ ફોન 22 ભાષાઓમાં કમાન્ડને સમજીને એ હિસાબથી જ કામ કરશે. આ ઉપરાંત 5 નંબરના બટનને થોડા સમય સુધી પ્રેસ કરતાં પહેલા સેવ્ડ નંબર પર એલર્ટ જશે. જેમાં એ નંબરનું લોકેશન પણ હશે. આ ફોન સાથે લોકોને માત્ર 153 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા પેકની સુવિધા છે. આ ફોન 4G VoLTE ટેકનોલોજી પર કામ કરે છે. જિયોનો હેતુ ફીચર ફોનને રિપ્લેસ કરવાનો છે.

http://sambhaavnews.com/

You might also like