જિયો લોન્ચ કરી શકે છે ‘લોકેટ માય ડિવાઇસ’ ફીચર

સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલા રિલાયન્સ જિઓએ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. વેલકમ ઓફર બાદ. હેપ્પી ન્યૂ .ર ઓફર આવવાથી જિઓના યૂઝર્સમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જિયોની સર્વિસથી ખુશ બાકી લોકોને પણ જિયોનો ઉપયોગ કરવા માટેની સલાહ આપી રહ્યા છે.

હાલમાં કંપનીની નવી સેવાને લઇને આખા ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. સત્તાવાર જાણકારી, જેને ટેલિકોમ ટોક રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે જલ્દીથી જિઓ લોકેશન ટ્રેસ કરવાનું ફીચર પણ લોન્ચ કરી શકે છે.

આ ફીચરને લોકેટ માય ડિવાઇસ નામ આપવામાં આવશે. આ ફીચર ડિવાઇસમાં જીપીએસની મદદથી કામ કરશે. આ ફીચર એ યૂઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક હશે, જે લોકો જલ્દી જલ્દી પોતાના સ્માર્ટફોન ખોવી દે છે.

નોંધનીય છે કે લોકેટ માય ડિવાઇસ ફીચર, સ્માર્ટફોનની લોકેશન હિસ્ટ્રી માટેની જાણકારી પૂરી પાડશે. યૂઝર્સ, મેપ વ્યૂ દ્વારા ફોન ક્યાં ક્યાં હતો, એ જોઇ શકાશે અને એને વિસ્તારપૂર્વક જાણકારી પ્રાપ્ત કરી શકે છે. કયાં સમયે એમનો ફોન ક્યાં હતો. આ ફીચરની મદદથી ચોરી થયેલા ફોનને પણ શોધવામાં સરળતાં રહેશે.

ભવિષ્યમાં આ ફીચર લાઇવ થયું નથી અને યૂઝર્સ પોતાના ફોન લોકેશનને વેબસાઇટ પર જ ટ્રેક કરી શકે છે. સાથે, યૂઝર્સનો સ્માર્ટફોન ચોરી થઇ જાય તો, જિઓ, જિઓ સિક્યોરિટી એપની મદદથી ડિવાઇસને રિમોટલી કંટ્રોલ કરી શકે છે.

આ એપ્લીકેશનની મદદથી યૂઝર્સ રિમોટલી ડેટાને હટાવવા અથવા સ્માર્ટફોનને લોક કરવામાં પણ સક્ષમ રહેશે. એનાથી વિરુદ્ધ રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે કોઇ પણ જાણકારી જો આ વિશે આવશે તો તેને સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવશે. સાથે એવું પણ જણાવવામાં આવશે કે આ સુવિધા માત્ર લાઇફ ફોનમાં મળશે કે દરેક અન્ય ફોનોમાં પણ.

You might also like