માર્કેટમાં આવી ગયું Reliance Jio, વિશ્વાસ કરો તમારા માટે કંશું જ નથી Free

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય બેઠક એટલે કે એજીએમ દરમિયાન જિયો 4G સર્વિસના પ્લાન વિશે જણાવ્યું હતું. તેમણે આ દરમિયાન ટેરિફના ત્રણ પિલર્સનો ઉલ્લેખ કર્યો છે. તેમણે બધું જ ફ્રી હોવાની વાત કહી, પરંતુ અમે તમને ટેરિફ વિશે જણાવીશું ત્યારબાદ એ સ્પષ્ટ થઇ જશે કે કશું જ ફ્રી નથી.

આ છે ત્રણ પિલર્સ
પહેલો યૂજર્સ અથવા તો ડેટા માટે પૈસા આપશે અથવા વોઇસ માટે. બીજો, ડેટા સસ્તો હોવો જોઇએ અને ત્રીજો, કિંમત સરળ હોવી જોઇએ. તેમણે એ પણ દાવો કર્યો છે કે રિલાયન્સ જિયોના ટેરિફ પ્લાન્સ દુનિયામાં સૌથી સસ્તા હશે.

VoLTEના માધ્યમથી ફ્રી વોઇસ કોલ, પરંતુ ડેટા માટે આપવા પડશે પૈસા
વોઇસ કોલ ફ્રી VoLTEના માધ્યમથી થશે, એટલે કે તમે VoLTEવાળા સ્માર્ટફોનથી બીજા VoLTE અનેબલ સ્માર્ટફોન પર દેશભરમાં ફ્રી કોલ કરી શકશો. આ ઉપરાંત તેમણે રોમિંગ ફ્રી કરવાની પણ વાત કહી છે.

10 ટેરિફ પ્લાન્સમાંથી પસંદગી કરવાની રહેશે
રિલાયન્સ જિયોના ફક્ત 10 ટેરિફ પ્લાન હશે જેમાંથી તમે એક પસંદ કરી શકો છો. ડેટા પેકની શરૂઆત 5 પૈસા પ્રતિ એમબીથી થશે અને 1GB ડેટાની કિંમત 50 રૂપિયા થશે.

149 રૂપિયાથી માંડીને 4,999 સુધીનો છે પ્લાન
કંપની સ્મોલ (S)થી માંડીને ટ્રિપલ એક્સએલ (XXXL) સુધીના પ્લાન રજૂ કર્યા છે. પ્લાનની શરૂઆતી કિંમત 149 રૂપિયા છે જેમાં 0.3GB 4G ડેટા મળશે અને 100 એસએમએસ ફ્રી હશે.

બીજું પેક M: 499 રૂપિયાનો છે જેમાં 4GB 4G ડેટા મળશે અને રાત્રે યૂજર્સ અનલિમિટેડ ફ્રી 4G યૂઝ કરી શકે છે.

લાર્જ પેક XL, XXL અને XXXL છે. તેની કિંમત ક્રમશ: 999 રૂપિયા, 1,499 રૂપિયા, 2,499 રૂપિયા અને 4,999 રૂપિયા છે. ડેટા પેકમાં યૂજર્સને ફ્રી વોઇસ કોલ પણ મળશે. એટલે કે વોઇસ કોલ ફ્રી તો હશે પરંતુ તેના માટે તમારે ડેટા ચાર્જ આપવો પડશે.

એપની સબ્સ્ક્રિપ્શન ફ્રી હશે, પરંતુ ડેટા માટે તમારે પૈસા આપવા પડશે.
ડેટા પેક્સમાં જ રિલાયન્સ જિયોના પ્રીમિયમ એપની સુવિધા પણ મળશે. આ બધી એપ્સ બધા યૂજર્સ માટે ડિસેમ્બર 2017 સુધી ફ્રી છે, પરંતુ તમારે તેના માટે ડેટા પેકના પૈસા ચૂકવવાના રહેશે.

આ એપમાં ટોટલ 11 એપ છે. જિયો પ્લે, જિયો ઓન ડિમાન્ડ, જિયો બીટ્સ, જિયો મેગા, જિયો એક્સપ્રેસ ન્યૂઝ, જિયો ડ્રાઇવ, જિયો સિક્યોરિટી અને જિયો મની. જો તમે જિયો સિમ લેશો તો આ એપ્સની સબ્સ્ક્રિપ્શન ડિસેમ્બર સુધી ફ્રી હશે.

હાલ એપ ખૂબ સ્લો છે અને બધી સર્વિસીસ ઉપલબ્ધ નથી
અત્રે ઉલ્લેખનીય છે કે આ 11 એપ ધીમે કામ કરે છે અને હાલ તેમાં તમામ સર્વિસીસ શરૂ પણ થઇ નથી. ફ્રી સર્વિસીસ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે ગત કેટલાક મહિનાઓથી પ્રીવ્યૂ ઓફર હેઠળ યૂજર્સને આ ફ્રી મળી રહે છે. કંપનીના મુખિયાએ તેને દુનિયાની સૌથી સસ્તી વેલકમ ઓફર ગણાવી છે.

You might also like