4જીમાં રિલાયન્સ જીયો હજી પણ અવ્વલ : અન્ય કંપનીઓ કરતા બમણી સ્પીડ

નવી દિલ્હી :  એવરેજ ડાઉનલોડ સ્પીડમાં રિલાયન્સ જીયો નેટવર્ક નંબર વન આવ્યું છે. માર્ચ મહિનાની સ્પીડટેસ્ટમાં જીયોની ડાઉનલોડ સ્પીડ 16.48 મેગાબાઇટ પર સેકન્ડ- એમબીપીએસ- રહી છે જ્યારે આઇડિયાની સ્પીડ 8.33 મેગાબાઇટ પર સેકન્ડ નોંધાઇ છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઇ એ નોંધ્યું છે કે રિલાયન્સ જીયોની આ ડાઉનલોડ સ્પીડ તેની હરીફ કંપનીઓ આઇડિયા અને એરટેલ કરતાં બમણી છે. ભારતી એરટેલની સ્પીડ માત્ર 7.66 મેગાબાઇટ પર સેકન્ડ નોંધાઇ છે. જીયોના ગ્રાહકો બોલિવુડની મૂવિ 16 એમબીપીએસની સ્પીડથી પાંચ મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે.

વોડાફોનની સ્પીડ 5.66 એમબીપીએસ, રિલાયન્સ કોમ્યુનિકેશનની સ્પીડ 2.64 એમબીપીએસ, ટાટા ડોકોમોની સ્પીડ 2.52 એમબીપીએસ, બીએસએનએલની સ્પીડ 2.26 એમબીપીએસ અને એરસેલની સ્પીડ 2.01 એમબીપીએસ જોવામાં આવી છે.

You might also like