જિઓ કંપનીનાે ડેટા ચોરનાર ૨૩ વર્ષીય એમસીઅેના વિદ્યાર્થીની ધરપકડ

મુંબઈ: જિઓ કંપનીના ડેટા લીક કેસમાં નવી મુંબઈ પોલીસે ગઈ કાલે રાજસ્થાનના એક યુવકની ધરપકડ કરી છે. અા કાર્યવાહી મૂકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકી હકવાળી જિઓના લગભગ ૧૦૦ કરોડ યુઝર્સના ડેટા લીક થયાના એક દિવસ બાદ કરાઈ હતી.

જિઓ કંપનીનો ડેટા મેજિકએપીકેડોટકોમ સાઈટ પર લીક કરાયો હતો, જે રવિવારે રાત્રે જ સસ્પેન્ડ કરાઈ હતી. પોલીસ ધરપકડમાં યુવકનું નામ ઇમરાન ચિમપ્પા જણાવવામાં અાવી રહ્યું છે અને તે ચુરુ જિલ્લાનો રહેવાસી છે.

સૂત્રોઅે જણાવ્યું કે નવી મુંબઈ પોલીસ અને મુંબઈ સાયબર સેલે અા વિદ્યાર્થી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હોવાનો દાવો કર્યો છે. રાજસ્થાન પોલીસે તેને મુંબઈ પોલીસને સોંપ્યો. ત્યારબાદ તે વાશી લવાયો. નવી મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર પ્રશાંત બુરડેઅે જણાવ્યું કે અમે ધરપકડ કરાયેલા યુવકના ટ્રાન્ઝિટ વિમાનની માગણી કરી છે, તેને અાજે મુંબઈ લવાય તેવી શક્યતાઅો છે.

ફ્રેન્ડ્ઝ ફોર એમ સાઈટ પર પાંચ જુલાઈના રોજ ચિમપ્પાના પોટોકોલથી ઇમરાન ચિમપ્પા હેન્ડલથી એક પોસ્ટ કરાઈ, તેમાં કહેવાયું હતું કે અમે તમને જિઓ યુઝર્સની પર્સનલ વિગતો અાપી શકીઅે છીઅે. અા ડેટા અોરિજિનલ દસ્તાવેજોમાંથી લેવાયો છે. અા અાઈપી એડ્રેસની મદદથી પોલીસ પહેલાં રાજસ્થાનના સૂરજગઢના સાયબર કાફે સુધી પહોંચી અને ત્યારબાદ ચીમપ્પા સુધી પહોંચી.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર બે દિવસ પહેલાં સમાચાર અાવ્યા હતા કે રિલાયન્સ જિઓના લગભગ ૧૨ કરોડ કસ્ટમર્સનો ડેટા એક વેબસાઈટ પર લીક થઈ ગયો છે, જોકે રિલાયન્સ જિઓઅે ડેટા લીક થવાના સવાલ પર જણાવ્યું હતું કે લીક થયેલો ડેટા સાચો નથી અને યુઝર્સનો ડેટા સલામત છે. મેજિકએપીકેડોટકોમ પર અા સાથે જ ટ્રાફિક એટલો વધ્યો કે તે રાત્રે ૧૧ વાગ્યા સુધી લોડ ન ઉઠાવી શકતાં ક્રેસ થઈ ગઈ.

જે ડેટા લીક થયાના સમાચાર અાવ્યા હતા તેમાં ગ્રાહકના અાધાર નંબર અને મોબાઈલ નંબર સહિતની જાણકારીઅો હતી. દાવા મુજબ અા વેબસાઈટ પર ગ્રાહકોની સંપૂર્ણ ડિટેલ અોનલાઈન પોસ્ટ કરાઈ હતી, જોકે રિપોર્ટ સામે અાવ્યા બાદ વેબસાઈટ ખૂલતી બંધ થઈ ગઈ. પોલીસે ઇમરાન ચિમપ્પા વિરુદ્ધ અાઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
http://sambhaavnews.com/

You might also like