રિલાયન્સ JIOનો ફરી એક ધમાકો, ફક્ત 251 રૂપિયામાં 102GB ડેટા

રિલાયન્સ જીઓએ પોતાના ગ્રાહકોને પ્રાઇમ મેમ્બરશિપ 1 વર્ષ માટે વધાર્યા પછી એક બીજી ભેટ આપી છે. કંપનીએ બુધવારે ‘જીઓ ક્રિકેટ પ્લે અલોગ’ લોન્ચ કર્યું છે. આ માટે જીઓએ 251નો ખાસ પ્લાન ઓફર કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 102GB ડેટા મળશે અને તેની માન્યતા 51 દિવસની રહેશે.આ પેક હેઠળ તમામ ‘મીચો’ 51 દિવસ માટે લાઈવ જોઈ શકાશે.

હકીકતમાં ‘જીઓ ક્રિકેટ પ્લે અલોગ’ એક મોબાઇલ ક્રિકેટ ગેમ છે.તે ભારતના તમામ સ્માર્ટફોન યુઝર્સ રમી શકશે, આ ગેમને 11 ભારતીય ભાષાઓમાં રમી શકાય છે, જેમાં 7 અઠવાડિયામાં 60 મેચો હશે અને મેચો દરમિયાન જીઓ રીઅલ-ટાઇમ વાર્તાલાપ દ્વારા વપરાશકર્તાઓના અનુભવને ફરી નિર્ધારિત કરશે.

આ રમત હેઠળ ગ્રાહકોને કરોડો રૂપિયા અને ઇનામ જીતવાની તક મળશે. રિલાયન્સ જીઓને પણ સ્ટાર ઇન્ડિયા અને સોની પિક્ચર્સ સાથે આઈપીએલને પ્રસારિત કરવા માટે અધિકાર મળ્યો છે, પ્રસારણ અધિકાર માટે આ સોદો રૂ. 6032.50 કરોડમાં થયો છે.

You might also like