રિલાયન્સને પાછળ છોડીને આ કંપની બનશે દેશની સૌથી ધનવાન કંપની

દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS) છ લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યૂને પાર કરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને પાછળ મૂકીને દેશની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. આજે કારોબાર સમાપ્તિ પર TCSનું માર્કેટ નાણાકીય સ્તર 6,00,569.45 કરોડ રૂપિયા હતું. મુંબઈના શેર બજારમાં કંપનીના શેર 4.04% થી વધીને 3.137.30 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયું હતું. દિવસમાં એક વખત 4.46% થઇને 3150 રૂપિયા પ્રતિ શૅર પર પહોંચી ગયો હતો.

TCSનું માર્કેટ નાણાકીય સ્તર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના 5,87,570.56 કરોડ રૂપિયાની સરખામણીમાં 12,998.89 રૂપિયા જેટલું વધારે રહ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર આજે 0.16%થી ઘટીને 927.55 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયા.

નોંધનીય છે કે, ટોપની પાંચ કંપનીઓમાં TCS પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી હતી. આ પછી 4,99,892.24 કરોડ રૂપિયા સાથે HDFC બેંક અને ત્રીજા નંબર પર, 3,19,752.53 કરોડ રૂપિયા સાથે ITC ચોથા સ્થાન પર અને 3,06,416.93 કરોડ રૂપિયાની સાથે HDFC પાંચમા સ્થાન પર રહી હતી.

You might also like