કાશ્મીરના 4 જિલ્લામાં કર્ફ્યૂમાં છૂટછાટ

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તોફાનોને લઇને કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જેમાં આજે સ્થિતિમાં સુદારો જોવા મળતા કાશ્મીરના ચાર જિલ્લામાં અને શ્રીનગર શહેરમાં કેટલાક ભાગમાં કર્ફ્યૂ હચાવી લેવામાં આવ્યો છે. પરંતુ ઘાટીના કેટલાક વિસ્તારમાં હજુ કર્ફ્યૂ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ‘બાંદીપોરા, બારોમૂલા, બડગામ અને ગાંદરબલ જિલ્લાની સાથે સાથે શ્રીનગર શહેરના કેટલાક ભાગમાં સ્થિતિમાં સુધારો જોતા કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે.’

કેટલાક વિસ્તારોમાંથી હટાવેલા કર્ફ્યૂ અધિકારીએ જણાવ્યું છે કે જે વિસ્તારમાંથી કર્પ્યૂ હટાવવામાં આવ્યો છે ત્યાં આગળ સીઆરપીસીની ધારા 144 હેઠળ ચાર અથવા તેનાથી વધારે લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ઘાટીના અનંતબાગ, કુલગામ, કુપવાડા, પુલવામા અને શોપિયા જિલ્લા ઉપરાંત શહેરના આઠ પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ હજુ પણ છે. અત્યાર સુધી ઘાટીમાં સ્થિતિ શાંતિપૂર્ણ રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ બે દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં છે. તેમણે જણાવ્યું કે અહીંયા પહોંચ્યાના તરત પછી સિંહ રાજ્યના અધિકારીઓ સાથે બઠક કરશે. સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર કાલે દિલ્હી માટે રવાના થતા પહેલા તેમને બીજી કેટલીક બેઠકમાં ભાગ લેવાનો છે.

You might also like