ફિલ્મ “રૂસ્તમ”નું પોસ્ટર રિલીઝ

અક્ષય કુમારની આગામી ફિલ્મ “રૂસ્તમ”ના બે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. એ વાતમાં કોઇ શક નથી કે બંને પોસ્ટર ખુબ જ સરસ છે. નેવી ઓફિસરના લૂકમાં અક્ષય કુમાર જબરજસ્ત દેખાય છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઇલિયાના ડિક્રૂઝ અને ઇશા ગુપ્તા જોવા મળશે.

ઇલિયાના ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. જ્યારે ઇશા ગુપ્તા એક નેગેટિવ કિરદારમાં જોવા મળશે. ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ મોટી સંખ્યામાં છે. સચિન ખેડેકર, પવન મલ્હોત્રા, કુમુદ મિશ્રા, પરમીત શેઠી અને વિજેન્દ્ર કાલા જેવા એક્ટર આ ફિલ્મમાં છે.

“રૂસ્તમ” ફિલ્મ વર્ષ 1959ના નાણવટી કેસ પર બનેલી છે. ફિલ્મમાં 50ના દસકમાં જોવા મળતા દ્રશ્યો જોવા મળશે. આ ફિલ્મમાં બ્રિટિશ ઇન્ડિયા પછીના ભારતની સુંદરતાને બતાવવામાં આવી છે. આ ફિલ્મ 12 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે.

 

 

You might also like