સંબંધોમાંથી ગાયબ થઈ રહ્યો છે રોમાન્સ, તો તરત કરો આ કામ…

ઘણીવાર જોવા મળે છે કે લગ્નના કેટલાક વર્ષો બાદ કપલ્સના વચ્ચે રોમાન્સમાં ફિકાપણું આવવા લાગે છે. શરૂઆતી સમયમાં બધુજ સારુ રહે છે, પણ એક સમય એવો હોય છે કે સંબંધમાં કઈક મિસિંગ થવા લાગે છે. આજે તમને કેટલીક ટિપ્સ જણાવીશુ જેનાથી તમારા સંબંધોમાં ખોવાયેલું એક્સાઈટમેન્ટ પાછુ આવી શકે.

 

શું તમેન યાદ છે કે તમે બંન્ને કઈ જગ્યા પર પહેલીવાર ડેટ પર ગયા હતા? ક્યાં તમે પહેલીવાર તેમનો હાથ પહેલીવાર તમારા હાથમાં લીધો હતો? જો યાદ હોય તો એકવાર ફરીથી એ બધીજ યાદોને તાજી કરવા માટે તમારા પાર્ટનરને લઈ એકવાર ફરીથી તે જગ્યા પર જાઓ. તમારા પાર્ટનરને તમારી આ સરપ્રાઈઝ ખુબ ગમશે.

તમારા અને પાર્ટનરના મોબાઈલને રૂમની બહાર રાખો. જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારા રિલેશનશિપમાં પ્રેમ અને રોમાન્સ પાછો આવે તો ફોનને દુર રાખો.

તમારા પાર્ટનર સાથે કોઈ ક્લાસ જોઈન કરી શકો છો. જેમ કે જો તમારી ડાન્સમાં રૂચી હોય તો તમે ડાન્સક્લાસમાં કે સ્વિમિંગ ક્લાસ, જિમ, યોગા ક્લાસ, ઈવનિંગ કે મોર્નિંગ વોક પર પણ જઈ શકો છો. એવુ કરવાથી તમારી લાઈફમાં રોમાન્સ વધશે.

થોડા થોડા સમયમાં તેમને સ્પેશ્યલ ફીલ કરાવતા રહો. આમ તો તમેને ખબર છે કે તમે એમના માટે કંઈક ખાસ છો, પણ એ વિચારીને એવુ ન કરો કે તમે પાતાની ફીલિંગ્સને તેમની સાથે શેર ન કરો. પોતાના સંબંધમાં જો પહેલા જેવો ઉત્સાહ બરકરાર રાખવા માંગો છો તો પોતાના પાર્ટનરને એ અહેસાસ અપાવવાનું ન ભુલો કે તમારા માટે તેઓ કેટલા ખાસ છે.

You might also like