ચીન-ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધો, અમેરિકાની વધારી શકે છે ચિંતા…

2011માં નોર્થ કોરિયામાં સત્તા સંભાળ્યા બાદ સરમુખત્યાર કિમ જોંગ ઉન પ્રથમ વખત દેશની બહાર વિદેશ પ્રવાસે નીકળ્યા છે. કિમ જોંગ ઉને એક ટ્રેન દ્વારા પોતાના નજીકના ભાઇબંધ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત ઘણી ઐતિહાસિક બતાવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયાના સરમુખત્યાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત યોજાવાની છે. એક અહેવાલ મુજબ કિમ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે યોજાનારી મુલાકાતને લઇને ચીનના પ્રવાસે છે.

કિમ જોંગ ઉન એક વિશેષ ટ્રેન દ્વારા નોર્થ કોરિયાથી બેઇજિંગની મુલાકાતે છે. આ એ જ ટ્રેન છે જેમાં કિમના પિતા કિમ જોંગ ઇલ પણ ખાનગી રીતે ચીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ઉત્તર કોરિયના સરમુખત્યાર કિમે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર તેમજ શિખર સંમેલન માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. આ મુલાકાત દરમિયાન કિમ જોંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. જેનો ચીનના રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો છે.

ચીન અને ઉત્તર કોરિયાની ભાઇબંધી 73 વર્ષ જૂની છે. જાપાનની ગુલામી બાદ આઝાદી પહેલા ચીન કોરિયાના કમ્યુનિસ્ટ સંગઠન અને તેના નેતા કિમ ઇલ સંગ જો જે કિમ જોંગના દાદા પણ હતા જેઓ તેમને સાથ આપતા હતા.

You might also like