પિતા મુલાયમ સાથે નથી કોઇ લડાઇ, ક્યારે નહી તુટે સંબંધ : અખિલેશ

લખનઉ : પિતા મુલાયમસિંહ યાદવ સાથે સાઇકલની લડાઇ જીત્યા બાદ મંગળવારે યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે તેનો પિતા સાથે કોઇ ઝગડો નથી. અખિલેશે કહ્યું કે તેને સાઇકલ ચૂંટણી ચિન્હ મળ્યા બાદ સંપુર્ણ ભરોસો હતો. કોંગ્રેસ સાથે ગઠબંધનના સવાલ અંગે અખિલેશે કહ્યું કે હાલ વાતચીત ચાલી રહી છે, એક બે દિવસમાં જાહેરાત કરી દેવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી કે યૂપી ભલા માટે સમાજવાદી પાર્ટી ગઠબંધનન માટે તૈયાર છે.

પોતાના સરકારી આવા 5 કાલીદાસ માર્ગ પર પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા અખિલેશે સ્પષ્ટતાપુર્વક કહ્યું કે પિતા મુલાયમ સાથે તેમનો કોઇ ઝગડો નથી. મારા પિતા સાથેના મારા સંબંધો ક્યારે ટુટી શકે નહી. તેમની સાથે મારે મતભેદ નહોતા. સાચુ તો એમ છે કે અમારી અને તેમની યાદીમાં 90 ટકા ઉમેદવારો એક સરખા જ છે. અખિલેશે તે પણ કહ્યું કે લડાઇ જરૂરી હતી,પરંતુ તેનાથી હું ખુશ નથી.

સાઇકલના ચૂંટણી ચિન્હ મળવા અંગે અખિલેશે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે એવું જ થશે. અખિલેશે કહ્યું કે, હવે મોટી જવાબદારી છે, અમારૂ સંપુર્ણ ધ્યાન સરકાર બનાવવા પર છે. અમને ભરોસો હતો કે સાઇકલ અમને જ મળશે.તેમણે કહ્યું કે હવે સમય ઘણો ઓછો બચ્યો છે, હવે મારે લોકોની વચ્ચે જવું છે. તેમનું દુખ જાણવું છે.

You might also like