ગણતંત્ર દિવસની પરેડનું આજથી ચાર દિવસ રિહર્સલ

નવી દિલ્હી, બુધવાર
ગણતંત્ર દિવસની પરેડનું આજથી રાજપથ ખાતે રિહર્સલ શરૂ થઈ ગયું છે. જે ચાર દિવસ ચાલશે. આ રિહર્સલ દરમિયાન ઈન્ડિયા ગેટ, રાજપથ અને આસપાસના વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે સવારે ઓફિસ કે વ્યવસાયના સ્થળે જતા લોકોને હાલાકી પડી હતી.

ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આ રિહર્સલ ૧૭થી ૨૧ જાન્યુઆરી દરમિયાન વિજયચોકથી ઈન્ડિયા ગેટ વચ્ચે થશે. આ દરમિયાન સવારના નવથી બપોરના ૧૨ દરમિયાન રાજપથ પર રફી માર્ગ, જનપથ અને માનસિંહ રોડના ક્રોસિંગને ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે.

આ વખતે દક્ષિણ દિલ્હીથી પૂર્વ, મધ્ય, ઉત્તર અને નવી દિલ્હી વચ્ચે આવતા-જતા લોકોને બીજા માર્ગેથી પસાર થવું પડશે, જોકે આ દરમિયાન આસપાસના મેટ્રો સ્ટેશનો ચાલુ રહેશે. તેના કારણે બસમાં મુસાફરી કરનારાઓને હાલાકી ભોગવવી પડશે. પરંતુ ડીટીસી બસોને ડાઇવર્ટ કરવામાં આવશે.

You might also like