અમદાવાદ ટેક્નિકલ કોલેજોમાં 2017-18ના કોર્ષની ફી રેગ્યુલેટરી કમિટિએ જાહેર કરી

અમદાવાદ ટેક્નિકલ કોલેજની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા જાહેર કરવામાં આવી છે. વર્ષ 2017 થી લઈને 2019ના સત્રની ફી જાહેર કરવામાં આવી છે. મહત્વનુ છે કે,  613 કોલેજોની ફી નક્કી કરવા માટે કમિટિની દરખાસ્ત કરવામાં આવી. જોકે હાલમાં 613 કોલેજોમાંથી 39 કોલેજો બંધ થઈ છે.

ત્યારે હવે 564 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.. વર્ષ 2017ના એડમિશન ઝોનમાં મુકવામાં આવેલ 10 કોલેજોની ફી નક્કી કરવામાં આવી નથી. જ્યારે 201ના નવા કોર્ષ ચાલુ કરનાર 29 કોલેજોની પણ ફી નક્કી કરવામાં આવી નથી.. જોકે  હાલમાં એન્જીનિયરિંગ અને ટેક્નોલોજીની 113 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.

જેમા ફાર્મસી 65 કોલેજ, આર્કિટેકચરની 28 કોલેજ અને પ્લાશનગની 5 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.. તો બીજી તરફ ડિપ્લોમા એન્જીનિયરીંગની 97 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.. જ્યારે  ME.M.TECHની 63 કોલેજ, M-PHERMની 55 કોલેજ, MBAની 88 કોલેજ અને MCAની 51 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.

You might also like