બાળક નિયમિત નસ્કોરા બોલાવે તો ગંભીર સમસ્યા હોઈ શકે

નાનું બાળક ઊંઘમાં રડે, હસે કે ગળામાંથી જાતજાતની અવાજ કાઢે તે વાત નોર્મલ છે. ખૂબ જ થાકીને સૂતેલું બાળક નસ્કોરા બોલાવે તો ચાલે, પરંતુ તમારું સંતાન નિયમિત અકારણ ઊંઘમાં નસ્કોરા બોલાવતું હોય તો તેને હળવાસથી લેવા જેવું નથી. સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાનું પણ અા અેક લક્ષણ હોઈ શકે છે. અમેરિકાના નિષ્ણાતોના મતે જે બાળક વીકમાં ચાર વખત નસ્કોરા બોલાવતું હોય તેની એકાગ્રતા ઓછી હોય છે, સામાજિક રીતે હળવાભળવામાં મુશ્કેલી હોઈ કે એન્ગ્ઝાઈટી ડિસઓર્ડર જેવી શક્યતાઓ હોય છે.
http://sambhaavnews.com/

You might also like