પ્રદેશ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઇને કરશે જાહેરાત, 26 લોકોને સોંપાઇ છે જવાબદારી

આજે પ્રદેશ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી અંગે જાહેરાત કરશે. આ સાથે કોંગ્રેસ આગામી બીજી ઓક્ટોબરથી લોકસંપર્ક અભિયાન શરૂ કરશે. જેથી કોંગ્રેસ દ્વારા 26 બેઠકો પર 26 લોકોને જવાબદારી સોંપાઈ છે.

દિલ્લીમાં મળેલી કોંગ્રેસની સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમિત ચાવડા આજે જવાબદારી સોંપાયેલા નેતાઓના નામ પણ જાહેર કરશે. લોકસભાની બેઠક દીઠ નેતાઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓનો ઉધડો લીધો છે. 45 દિવસમાં તમામ મતભેદો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની રાહુલ ગાંધીએ નોંધ લીધી છે.

પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા વચ્ચે સંકલનનો અભાવ હોવાની ચર્ચા જાગી હતી. કેટલાક ધારાસભ્યો પોતાની રીતે વર્તતા હોવાની પણ ફરિયાદ મળી હતી. સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે મતભેદ હોવાની ફરિયાદ રાહુલ ગાંધીને મળી હતી. તમામ મતભેદો ભુલી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે.

You might also like