ફી નિયમન કાયદાના અમલ માટે રાજ્ય સરકારે શરૂ કરી કવાયત, સુપ્રિમના ચુકાદાનું પાલન થશે

ફી નિયમન કાયદાના અમલ માટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાના પાલન મામલે રાજય સરકારની કવાયત હાથ ધરાઇ છે. ફીની મહાતમ મર્યાદા અંગે રજૂઆત કરવા માટે કમિટીની રચના કરાઇ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધ્યક્ષતામાં કમિટીની રચના થઇ છે. ફી મર્યાદા અંગે રજૂઆત કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો છે. લેખિત અને મૌખિક રજૂઆત કરી શકાશે.

ઇ-મેઇલથી પણ રજૂઆત કરવા માટે વિકલ્પ અપાયો છે. બીજી તરફ ફી નિયમન મુદ્દે અગ્ર સચિવ સુનયના તોમરે નિવેદન આપ્યું છે કે, વાલીઓ અને વાલીમંડળોને સાંભળવામાં આવશે. શાળાના સંચાલોકોને સાંભળવા સુપ્રીમકોર્ટનો નિર્દેશ હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ફી નિયમન મુદ્દે સરકાર, વાલી અને સ્કૂલ વચ્ચે તકરાર ચાલી રહી છે. એકબાજૂ સ્કૂલો સરકારના ફિ નિયમનના કાયદાને લઇને અવઢવમાં હોય વાલીઓ પાસે ફીની માગણીઓ કરતા જોવા મળી રહ્યાં છે.

ત્યારે વાલીઓમાં અસમંજસભરી સ્થિતિ જોવા મળી રહી છે. સ્કૂલ તરફથી વારંવાર ફી અંગે નોટિસ મળતા વાલીઓએ પણ સરકાર સામે બાયો ચડાવી છે.

ત્યારે રાજ્ય સરકારે ફી નિયમનના કાયદાના અમલ માટે કવાયત હાથ ધરી છે. સરકારે જણાવ્યું છે કે સુપ્રીમના ચુકાદાનું પાલન થશે. ફી નિયમનને લઇને 15 ફેબ્રુઆરી સુધીમાં રજૂઆત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે સરકારે કમિટીની રચના કરી છે.

You might also like