શિયાળુ સત્રમાં વટહુકમ સંબંધિત બિલ સરકારની મુખ્ય પ્રાથમિકતા

નવીદિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ૨૬મી નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. અા વખતે શિયાળુ સત્ર ખુબ જ તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. શિયાળુ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ બિલને હાથ ધરવામાં અાવે તેવી શક્યતા છે. સરકારની પ્રાથમિકતા વટહુકમ સાથે સંબંધિત બિલોને હાથ ધરવાની રહી છે. અા ઉપરાંત જીઅેસટીને લઇને પણ મર્ાગ મોકળો કરવાના પ્રયાસ કરવામાં અાવે તેવી શક્યતા છે.

સરકારની પ્રાથમિકતા ની કરવામાં અાવી રહી છે. ચેક બાઉન્સ સાથે સંબંધિત કેસના મામલાને અાગળ વધારવા સાથે સંબંધિત નિગોશિઅેબલ ઇન્સ્ટ્રીમેન્ટ સુધારા બિલ ૨૦૧૫ અને કોમર્શિયલ ડિવિઝન અેન્ડ કોમર્શિયલ અેપ્લેટ ડિવિઝન અોફ હાઈકોર્ટ અેન્ડ કોમર્શિયલ બિલ ૨૦૧૫ને પણ હાથ ધરવા સરકાર વિચારી રહી છે. હાઈકોર્ટમાં કોમર્શિયલ ડિવિઝનની રચના કરવાની જાેગવાઈ અા બિલમાં રહેલી છે. અા ઉપરાંત અન્ય કેટલાક બિલ પણ રહેલા છે. મોનસુન સત્ર સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. કારણ કે લોકસભા અને રાજ્યસભામાં જુદા જુદા મુદ્દાઅોને લઇને ભારે હોબાળો રહ્યો હતો.

સરકાર અા વખતે જટિલ મુદ્દાઅોને લઇને વ્યૂહરચના ની કરી ચુકી છે. જીઅેસટી બિલને કઈ રીતે મંજુરી અાપવામાં અાવે તેના ઉપર પણ ચર્ચા ચાલી રહી છે. કાગ્રેસ પાર્ટી સાથે વાતચીત કરવાનો સંકેત પણ ભાજપ સરકાર અાપી ચુકી છે. સંસદીય બાબતોના પ્રધાન વકૈયા નાયડુ મંગળવારના દિવસે બંને ગૃહોમાં અેનડીઅેના નેતાઅો સાથે વાતચીત કરશે. ૨૫મી નવેમ્બરના દિવસે સર્વપક્ષીય બેઠક પણ તેઅો યોજનાર છે જેમાં ચાવીરુપ બિલ પસાર કરવા સરકારને મદદરુપ થવા માટે વિપક્ષને અપીલ કરવામાં અાવશે.

પ્રાપ્ત માહિતી મુજબ લોકસભામાં અાઠ અને રાજ્યસભામાં ૧૧ બિલ પેન્િંડગ રહેલા છે. જે બિલ પેન્િંડગ રહેલા છે જેમાં ગુડઝ અેન્ડ સર્વિસ ટેક્સ જીઅેસટી અને જમીન બિલનો સમાવેશ થાય છે. જમીન બિલ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ પેન્િંડગ છે. સરકાર રાઇટ ટુ ફેર કોમ્પેનસેશન અને ટ્રાન્સપરન્સી મુદ્દા પર ઝડપથી અાગળ વધે તેવી શક્યતા અોછી દેખાઈ રહી છે. અન્ય મહત્વપૂર્ણ બિલમાં વિડસ્લે બ્લોર્વસ પ્રોટેક્શન બિલનો સમાવેશ થાય છે. ઉપરાંત કન્ઝયુમર પ્રોટેક્શન બિલ, બેનામી સુધારા બિલ, માઈક્રો, સ્મોલ અને મિડિયમ અેન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ સુધારા બિલ પણ પેન્િંડગ રહેલા છે.

અેનડીઅેના સાથી પક્ષો સાથેની બેઠકમાં સરકાર વ્યૂહરચના પર વિચારમા કરનાર છે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા પણ ૨૫મી નવેમ્બરના દિવસે મહત્વની બેઠક બોલાવવામાં અાવી છે. સંસદની ખાસ બે દિવસની બેઠકને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. વિરોધ પક્ષો કેટલાક મુદ્દાઅોને ઉઠાવવા માટે તૈયાર છે જેમાં અસહિષ્ણુતા, અેવોર્ડ વાપસી, દાદરી હત્યાકાંડ, જીવન જરૂરી ચીજવસ્તુઅોના વધતા જતાં ભાવ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. અા ઉપરાંત બાબા સાહેબ અાંબેડકરના મુદ્દે પણ હોબાળો થઇ શકે છે. અાતંકવાદનો મુદ્દો પણ છવાયેલો રહે તેવી વકી છે.

You might also like