‘ન્યૂ ઈન્ડિયા’ના નિર્માણ માટે અમે કટિબદ્ધઃ PM મોદીનું ટ્વિટ

નવી દિલ્હી: ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયની ત્રીજી વર્ષગાંઠે મળેલી શુભેચ્છાઓ પર આભાર વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે શુભેચ્છા અને અભિનંદન બદલ આભાર. પરિવર્તનમાં સુધારાનો દૃષ્ટિકોણ અકબંધ રાખીને હવે અમે ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે કટિબદ્ધ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૬ મે, ૨૦૧૪ના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં હતાં, જેમાં ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થયો હતો. ત્યારબાદ ૨૬ મે, ૨૦૧૪ના રોજ મોદીએ વડા પ્રધાનપદે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા.

મોદીએ લોકોના સતત સમર્થન માટે આભારની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક બીજા ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘આભાર… ૧૨૫ કરોડ લોકોની ‌િસ્કલ અને ટેલેન્ટથી દેશ ચલાવવાની તાકાત મળી છે.’ ખેડૂતોની આવક બમણી કરવાની સરકારની વિચારણાની એક ફોલોઅર દ્વારા કરવામાં આવેલ પ્રશંસા પર મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘ખેડૂતો અાપણા અન્નદાતા છે. જો આપણા ખેડૂતો ખુશ થશે તો ભારત પણ ખુશહાલ થશે.’ સરકારની વિદેશનીતિ પર મોદીએ એક ફોલોઅરને ટ્વિટ કરીને જવાબ આપ્યો છે કે ‘ઈન્ડિયા ફર્સ્ટ જ સરકારની વિદેશનીતિ છે. ટ્રેડ અને કલ્ચરલ એરિયામાં પણ અમે દુનિયાની સાથે અમારી ભાગીદારી વધારવા ઈચ્છીએ છીએ.’

મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂરાં થવા પર ભાજપ ૨૬ મેથી ૧૫ જૂન સુધી અનેક સમારોહનું આયોજન કરનાર છે. પક્ષ અને સરકાર તરફથી આ કાર્યક્રમો યોજવામાં આવશે. મોદી સામાન્ય લોકોને બે કરોડ પત્ર લખશે. ૧૫ દિવસમાં ૧૦ કરોડ લોકોને એસએમએસ મોકલશે.

૨૬ મેના રોજ દેશનાં ૪૦૦ અખબારોના પહેલા પાના પર કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવતી જાહેર ખબરો પ્રસિદ્ધ કરવામાં આવશે. ટીવી અને અન્ય મીડિયા પર સિદ્ધિ દર્શાવી અડધી અને એક મિનિટની એડ્ પ્રસારિત કરાશે.
http://sambhaavnews.com/

You might also like