રેડ કાર્ડ બતાવતાં ગુસ્સે ભરાયો ફૂટબોલર, રેફરીને મારી ગોળી

આર્જેટીના: એક ફૂટબોલ ખેલાડીએ આર્જેટીનામાં રમત દરમિયાન રેડ કાર્ડ બતાવતાં નારાજ થઇને રેફરીને પિચ પર ગોળી મારી દીધી. જો કે 48 વર્ષીય સીજર ફ્લોરેસને સેન્ટ્રલ કોર્ડોબા શહેરમાં તે સમયે ગોળી મારી હતી જ્યારે તે સ્થાનિક યુવા ટીમો વચ્ચે એક ફૂટબોલ મેચના રેફરી બન્યા હતા. તેમણે એક ખેલાડીને ફાઉલ કરતાં રેડ કાર્ડ બતાવીને રવાનો કર્યો હતો.

એક પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર ખેલાડીએ મેદાનમાંથી જઇને પોતાના સામાનમાંથી એક રિવોલ્વર લાવી અને પાછા આવીને ફ્લોરેસ પર ગોળીઓ વરસાવી હતી.

રેફરીને ઘટના બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં તેનું મૃત્યું નિપજ્યું. રેફરીની હત્યા કરનાર ખેલાડી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં લાગી છે.

You might also like