ક્રૂડમાં ઘટાડાથી ખાડી દેશોમાંથી આવતાં નાણાંમાં ઘટાડો

મુંબઇ: વૈશ્વિક ક્રૂડનાં બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. તેની અસર ખાડી દેશો ઉપર પણ પડી છે. ખાડી દેશોમાંથી ભારતમાં મોકલવામાં આવતાં નાણાં ઉપર પણ અસર પડી શકે છે. એસોચેમના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ અસર કેરળ ઉપર પડશે, જ્યાં મોટા ભાગનાં કુટુંબ ખાડી દેશો દ્વારા મોકલવામાં આવતાં નાણાં ઉપર નિર્ભર રહે છે.

એસોચેમના રિપોર્ટ પ્રમાણે પંજાબ, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો ઉપર પણ અસર થઇ શકે છે. જ્યાંથી મોટી સંખ્યામાં શ્રમિકો વિદેશમાં કામ કરવા જાય છે. ઉલ્લેખનીય છે કે ૧૧૦ દેશોમાં બે કરોડથી વધુ ગયેલ ભારતીયોમાંથી ૬૦થી ૭૦ લાખ ભારતીય ખાડી દેશોમાં વસે છે, જેમાંથી ૨૦ લાખ કેરળમાંથી ગયેલ છે. એસોચેમના જણાવ્યા પ્રમાણે ક્રૂડ તેલમાં નરમાઇથી મોટા ક્રૂડ તેલના ઉત્પાદકો વચ્ચે કિંમતને લઇને યુદ્ધ છેડાઇ ગયું છે અને ક્રૂડની કિંમત ૧૧ વર્ષના તળિયે પહોંચી ગઇ છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મેન્યુફેક્ચરિંગ, પર્યટન, રિયલ એસ્ટેટ, બેન્કિંગ તથા પાવર સેક્ટર ઉપર નકારાત્મક અસર પડી છે.

You might also like