વજન ઘટાડવું છે? તો ડાયટમાં ૧૩૦ ગ્રામ કઠોળ અને દાળ લો

માત્ર ઘાસફૂસ અને ઓછી કેલેરીની ચીજો ખાવાથી વજન ઘટે છે એવું માનવાની જરૂર નથી. પ્રોટીન શરીરના વિકાસ અને સ્ટ્રેન્થ માટે જરૂરી છે. એટલું જ નહીં તે વજન ઉતારવામાં પણ મદદરૂપ છે. કેનેડાના સંશોધકો કહે છે કે રોજ ડાયટમાં ૧૩૦ ગ્રામ જેટલું કઠોળ અથવા દાળ સામેલ કરવામાં અાવે તો વજન ઝડપથી ઘટે છે. ડાયટિંગ કરનારા લોકો પ્રોટીન ઓછું ખાય છે અને તે તેમની સૌથી મોટી ભૂલ છે. માત્ર લો-કેલરી ફ્રૂટ ખાઈને ડાયટિંગ કરનારા લોકો કરતાં દિવસમાં ૧૩૦ ગ્રામ દાળ કે કઠોળ ખાનારા લોકો ઝડપથી વજન ઘટાડી શકે છે.

You might also like