કાચુ લસણ ખાશો તો હાર્ટએટેકનું જોખમ ઓછું થશે

હાર્ટ સંબંધિત બિમારીથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. ‘હાર્ટ- ધ ઈનસાઈડ સ્ટોરી ઓફ અવર બોડીઝ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ઓર્ગન’ નામના પુસ્તકમાં કહેવામાં અાવ્યું છે કે જે લોકોએ પોતાના હૃદયને મજબૂત રાખવું હોય તેમને દેશી ખોરાક લેવો, સાત કલાકની ઊંઘ લેવી અને કાચા લસણનું સેવન કરવું. હૃદયને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ મહત્વની છે. જે લોકો છ કલાકથી ઓછી ઊંઘ લેતા હોય તેમને હૃદયની બિમારીનું જોખમ ૪૮ ટકા વધુ હોય છે. ભોજનમાં દેશી શાકભાજી અને સામગ્રીનું સેવન કરવાથી તેમજ દિવસ દરમિયાન બેથી ત્રણ ચમચી પીસેલું લસણ ખાવાથી બ્લેડપ્રેશર ઘટે છે અને હાર્ટ મજબૂત બને છે.

http://sambhaavnews.com/

You might also like