ભારતમાં લોન્ચ થયો Redmi Note 5, જાણો Note 4 કરતાં કેટલો બદલાયો…

Xiaomi એ આજે એક ઇવેન્ટમાં પોતાનો પોપ્યુલર બજેટ સ્માર્ટફોનનું નવુ મોડલ રેડીમી નોટ 5 ને લોન્ચ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રેડમી નોટ 4 કંપનીનો ભારત સુધીનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ વેચાણ ધરાવતો ફોન છે. તેને ભારતમાં 3જીબી/32જીબી અને 4જીબી/64જીબી વાળા બે વેરિયેન્ટ રજૂ કર્યો હતો. જેની કિંમત ક્રમશઃ 9,999 રૂપિયા અને 11,999 રૂપિયા રાખવામાં આવી છે.

રેડમી નોટ 5માં 5.99 ઇંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે અને તેની ડિસ્પલે એસ્પેકટ રેશિયો 18:9 નો છે. એટલે કે એક હદ સુધી આ ફોન બેઝલ લેસ સ્માર્ટ ફોન કહી શકાય.

આ ફોનમાં તમને 2.5D કર્વ્ડ ગ્લાસ મળે છે. તેમાં અલગ-અલગ વેરિયેન્ટ મેમોરી પણ અલગ છે. 3 જીબી રેમ સાથે 32 જીબી મેમરી અને 4 જીબી રેમ સાથે 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારે તેમા વધારો કરી શકો છો.

રેડમી નોટ 5માં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેની મેક્સ સ્પીડ 2.0GHz છે. આ પ્રોસેસરને પાવર ઇન્ફીશિએસી માટે જાણીતું છે. જેને લઇને સ્માર્ટફોનની સારી બેટરી બેકઅપની આશા રાખવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે 12 મેગાપિક્સલનો રિયર કેમેરાઆપવાનો આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિકસલનું સેન્સરલાઇટ પણ છે. ફ્રન્ટ કેમેરામાં 30 ફ્રેમ પ્રતિ સેકન્ડની ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.

કનેક્ટિવિટી માટે આમાં હાઇબ્રિડ સિમ સ્લોટ આપવામાં આવ્યું છે એટલે કે તમે જો ઇચ્છો તો તેમાં એક સિલ લગાવી શકો છો અને બીજા સ્લોટમાં મેમોરી કાર્ડ લગાવી શકો છો.

આ મોબાઇલની બેટરી 4,000mAh ની છે અને કંપનીએ દાવો કર્યો છે કે આ ફુલ ચાર્જ કરશો તો 14 કલાક સુધી સતત વિડીયો ચલાવી શકો છે. જ્યારે 8 કલાક સુધી સતત ગેમ રમી શકો છો.

You might also like